ગુજરાત: લોકડાઉનમાં પતિ-પત્નીના ઝગડાના કારણે દરેક ઘરમાં વધ્યા કંકાસ, એક સાથે નોંધાણી અનેક ફરિયાદો

હાલ સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યુ હતુ, જેનો આજે છલ્લો દિવસ હતો. અને આજે જ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…

હાલ સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યુ હતુ, જેનો આજે છલ્લો દિવસ હતો. અને આજે જ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન આપી દીધું છે. લોકડાઉનની સીધી અસર દેશની આર્થિક સ્થિતિની સાથે દામ્પત્ય જીવન પર પડી છે. કારણ કે, મહિલાઓ માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પતિ પત્ની તેમજ પડોસીઓના ઝગડાઓમાં ખુબ વધારો થયો છે.

સામન્ય રીતે પતિ-પત્નીના ઝગડાઓતો થતા જ રહે છે. પરંતુ સામન્ય જીવનમાં ક્યારેક ક્યારેક જે ઝગડો થતો હતો, તેવા ઘરોમાં હાલ લોકડાઉનના કારણે તેની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે. અમદાવાદ શહેરની તો રોજના ઘર કંકાશને લઇને અભયમમાં 175 થઈ 200 કોલ મળી રહ્યા છે. લોક ડાઉનના કારણે પોલીસ કંટ્રોલ રૂમ, કલેક્ટર કે, મ્યુનિસિપલ કોર્પોરેસનની હેલ્પ લાઈન કરતા પણ વધુ કોલ 181 અભયમ પર આવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ઝગડાના કિસ્સા ઘટવા જોઈએ પણ વધી રહ્યા છે. જેની પાછળ પણ સાયકોલોજીકલ ઇફેક્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, માણસો નોકરી કે વ્યવસાય માટે સતત બહાર રહેતા હોય છે, પરંતુ લોકડાઉનના કારણે લોકો ઘરે રહે છે એટલે માનસિક તણાવ અનુભવે છે. 181 અભ્યમમાં 2 તબક્કામાં કામગીરી થાય છે. જેમાં ફોન પર કાઉન્સલિંગ કરવામાં આવે છે, પરંતુ ફોન પર કાઉન્સલિંગમાં કોઈપણ મામલાનું નિરાકરણ ના આવે તો બીજા તબક્કામાં ઘટના સ્થળ પર પહોંચીને પીડિતોનું કાઉન્સલિંગ કરવામાં આવે છે.

રાજકોટ શહેરમાં પણ આવા કંકાસની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જો આપણે રાજકોટ શહેરની વાત કરીએ તો છલ્લા 19 દિવસમાં 400થી વધુ અરજીઓ સામે આવી ચુકી છે. આનો મતલબ એમ થાય છે કે ઘરે પડ્યા પડ્યા લોકોમાં ઝગડો પણ ઉભો થાય છે. પણ આજનો સમય એવો છે કે આ પરિસ્થતિમાં આપણે દરેક લોકો એકબીજાનો સાથ આપીએ, તો આપણે શાંતિથી રહી શકીએ અને આ કોરોના જેવી મહામારીથી જલ્દી છૂટી પણ જઈ શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *