સુરતના આ યુવાનના અંગદાનથી 3 વ્યક્તિને મળ્યું નવજીવન.

બાઇક સ્લીપ થયા બાદ ખેડાના યુવાનને  બ્રેનડેડ જાહેર કર્યા બાદ તેના પરિવારે કિડની અને લીવરનું  દાન કરીને ત્રણ વ્યકિતને નવજીવન  આપ્યુ હતું. ખેડા જીલ્લામાં થાસરા…

બાઇક સ્લીપ થયા બાદ ખેડાના યુવાનને  બ્રેનડેડ જાહેર કર્યા બાદ તેના પરિવારે કિડની અને લીવરનું  દાન કરીને ત્રણ વ્યકિતને નવજીવન  આપ્યુ હતું.

ખેડા જીલ્લામાં થાસરા તાલુકાના ખીજલપુરની પ્રાથમિક શાળા પાસે રહેતા ૩૫ વષીૅય મહેશ કાભઇભાઇ પરમાર ગત તા.૩ જી એ પોતાના ઘરેથી ફાગવેલ ગામે બાઇક ઉપર જતા હતા ત્યારે ઉમરેઠ અને ડાકોરની વચ્ચે આદર્શ હોટેલ પાસે બાઇક સ્લીપ થતા નીચે પડી જતા ડિવાઇડર સાથે અથડાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. નડિયાદ બાદ કરમસદમાં  ખાનગી હોસ્પિટલમા  સારવાર હેઠળ ગઇ કાલે  તેમને ડૉકટરે  બ્રેઈનડેડ જાહેર કર્યો, તેની જાણકારી ડોનેટ લાઈફની ટીમને કરાતા હોસ્પીટલ પહોંચી મહેશના પિરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતુ.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા અમદાવાદની ડોક્ટરની ટીમે આવીને  કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતુ. દાનમાં મેળવવામાં આવેલ કિડની પૈકી એક કિડની અમદાવાદના રૂપલ સમીરભાઈ પટેલ (ઉ.વ. ૩૮) બીજી કિડની અમદાવાદના પ્રીતિ નટવરલાલા મચ્છર (ઉ.વ. ૪૦)માં  અને લિવરનું અમદાવાદના ૩૬ વષીૅય નિકુંજ ચંપકભાઈ પટેલને  ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *