ઘણીવાર ચોરી થઈ જવાથી કે પછી તો કોઈ જગ્યાએ પડી જવાથી આપનું ‘PAN Card’ ખોવાઈ જતું હોય છે. હવેથી તમારાં ખોવાયેલ ‘PAN Card’ ને ઘરેબેઠાં જ પાછુ મેળવી શકો છો. પાછલા ઘણાં દિવસથી ‘ITR Return Date Extend’ થવાની ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે. ત્યાં રિટર્ન ફાઇલ કરવા માટે પણ આપની પાસે ‘PAN Card’ હોવું એ ફરજીયાત છે. જો, આપનું ‘PAN Card’ મળતું ન હોય અથવા તો ખોવાઇ પણ ગયું હોય કે પછી ચોરાઇ ગયું હોય.
તો તમારે પણ જલ્દી જ નવું ‘PAN Card’ બનાવડાવાની જરૂર પડતી હોય છે. એની માટે આપ ઘરે બેઠાં પણ અરજી કરી શકો છો. એક નાની એવી ઓનલાઇન પ્રોસેસથી આપનું ‘PAN Card’ ઘરે પણ આવી જશે. ચાલો, આજે આપને જણાવીએ કે આ કેવી રીતે શક્ય છે..
ડુપ્લીકેટ ‘PAN Card’ ને માટે અરજી કરવી એ ખૂબ જ સરળ છે. તે કોઇપણ વ્યક્તિ, સમુદાય, ટ્રસ્ટ, લિમિટેડ લાઇબિલિટી પાર્ટનરશિપ તથા અવિભાજિત હિન્દુ પરિવાર ડુપ્લીકેટ ‘PAN Card’ માટેની અરજી પણ કરી શકે છે. હવે એ માટે આપને ‘https://www.tin-nsdl.com/’ પર વિઝિટ કરવાની રહેશે.
આ પહેલા તમારે ‘PAN Card’ ખોવાઇ જવાની અથવા તો ચોરી થવાની પરિસ્થિતિમાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવી પડશે. ત્યારપછી તમારે જૂનાં ‘PAN Card’ નંબરની સાથે FIRની કૉપી પણ લગાવવી પડશે. ત્યારબાદ આપ ‘PAN Card’ માટેની અરજી પણ કરી શકો છો.
આની સૌથી ખાસ વાત તો એ છે, કે આપને ‘PAN Card’ નો નંબર માત્ર એક જ વાર મળતો હોય છે. ત્યારબાદ જો આપ ડુપ્લીકેટ માટે અપ્લાય કરો છો તો પણ આપનો નંબર નહી જ બદલાય. ‘PAN Card’ ખોવાઇ જવાની પરિસ્થિતિમાં આપ એને જ્યારે ઇચ્છો ત્યારે વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકો છો.
સૌ પ્રથમ તો ‘https://onlineservices.nsdl.com’ વેબસાઈટ પર મુલાકાત લો.
એમાં આપની માહિતી જેમ, કે આપનું નામ, મોબાઈલ નંબર તથા ઇ-મેલ આઇડી પણ નાંખો.
ત્યારબાદ આપનું એપ્લીકેશન ફોર્મ સબમીટ કરી દો.
આપનાં ઇ-મેલ આઈડી પર આપને PDF ની ફોર્મેટમાં આપનું ‘E- PAN Card’ પણ મોકલવામાં આવશે.
ત્યારબાદ આપ તેની PDF ફાઇલને ડાઉનલોડ પણ કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP