ભારે વરસાદના કારણે ભૂસ્ખલન: આટલા લોકોના મોત અને હજુ 80 લોકો ફસાયા હોવાની આશંકા

કેરળના મુન્નારમાં ભારે વરસાદને કારણે મોટો ભૂસ્ખલન થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોનાં મોત નીપજ્યાં છે. ચાના બગીચામાં કામ કરતા ઘણા મજૂરો ફસાયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત ઇડુક્કી જિલ્લાનો છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાંથી સંપર્ક ખોવાઈ ગયો છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 12 લોકોનો બચાવ થયો છે. એવું કહેવાય છે કે, અહીં લગભગ 80 લોકો રહે છે.

વિસ્તારમાં ‘રેડ એલર્ટ’
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સતત વરસાદને કારણે વીજ લાઈન પ્રભાવિત થવાને કારણે આ વિસ્તારમાં સંચાર સેવાઓ ખોરવાઈ હતી. ભૂસ્ખલનને કારણે ત્યાં 10 જેટલા લોકોના ઘરો દબાય ગયા છે. પોલીસ અને ફાયર કર્મચારી સ્થળ પર હાજર છે અને જિલ્લા વહીવટી તંત્રે પણ હોસ્પિટલોને દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે. ભારત હવામાન વિભાગે પણ આ વિસ્તારમાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યો છે.

ભારતીય વાયુસેના પાસેથી મદદ માંગવામાં આવી
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, NDRFની ટીમ રાહત અને બચાવ માટે સ્થળ પર પહોંચી ગઈ છે. લગભગ 20 મકાનોને નુકસાન થયું છે. મુખ્યમંત્રી પિનરાય વિજયન કહ્યું કે, તેઓ બચાવ કામગીરી માટે રાજમાલામાં હેલિકોપ્ટર સેવાઓ આપવા માટે ભારતીય વાયુસેનાનો સંપર્ક કર્યો છે.

ખરાબ હવામાનને કારણે રાહત આપવામાં પડી રહી છે મુશ્કેલી
કેરળના મહેસૂલ મંત્રી ઇ ચંદ્રશેકરને કહ્યું છે કે, 3 લેબલ કેમ્પ શિબિરોમાં લગભગ 82 લોકો રહેતા હતા. તેમણે કહ્યું હતું કે, ભૂસ્ખલન સમયે કામદારો હતા કે નહિ તે અંગે કંઈ કહી શકાય નહીં. ચંદ્રશેખરનના કહેવા મુજબ, ખરાબ હવામાનને કારણે ઘટના સ્થળે પહોંચવામાં ઘણી સમસ્યાઓ છે.

આ વિસ્તારમાં સતત પડી રહ્યો છે વરસાદ
ઉત્તર કેરળમાં ગુરુવારે ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, વાયનાડ અને ઇડુક્કી જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવી છે. તે જ સમયે, ચીલિયર નદીના ઉદભવને કારણે નિલમપુર શહેરમાં પાણી ભરાયા છે. ભારતના હવામાન વિભાગ (IMD) એ તેના બુલેટિનમાં કહ્યું છે કે, 7 ઓગસ્ટે વરસાદને ધ્યાનમાં રાખીને મલપ્પુરમ જિલ્લા માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કસરાગોદ સહિતના નવ જિલ્લાઓમાં 9 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મલાપ્પુરમ જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં નવ કેમ્પ ખોલ્યા છે જ્યારે સાત કેમ્પ એકલા નિલામપુરમાં ખોલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *