એ દિવસે વર્દીમાં ન હોત તો એ લંફગાઓના પ્રાઇવેટ પાર્ટ પણ તોડી નાખતી: સુનિતા યાદવ – જુઓ વિડીયો
થોડા સમય પહેલા જ સુરતમાંથી આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુત્ર અને તેના મિત્રો સાથે લૉકડાઉન દરમિયાન સંઘર્ષમાં ઉતરીને ચર્ચામાં આવેલી લોક રક્ષક સુનિતા યાદવ (Sunita Yadav) ફરી ચર્ચામાં છે. આ વીડિયોમાં સુનિતા એવું કહી રહી છે કે, એ દિવસે જો હું પોલીસ વર્દીમાં ન હોત તો એ તમામના હાડકાં તોડી નાખતી. સાથે તેણીએ એવો બફાટ કર્યો છે કે તે દિવસે તે લોકો મને દારૂ પીવડાવવાની વાતો કરતા હતા. આ વીડિયોમાં સુનિતા કહી રહી છે કે તેણી રાજસ્થાનના જૈસલમેરમાં છે. આ વીડિયો તેણીએ રાગીણી યાદવ સાથે થયેલા અન્યાયની વાત કરી રહી છે.
…તો હું એ લોકોના હાડકાં ભાંગી નાખતી
આજે સવારે 9 વાગ્યાની આસપાસ સુનિતા યાદવ પોતાના ફેસબુક પેજ ઉપર 18.40 મિનિટ લાઈવ થઈ હતી. લાઇવમાં સુનિતા કહી રહી છે કે, એ રાત્રે જ્યારે મેં એ લોકોને અટકાવ્યા હતા ત્યારે એ છ લોકો હતા. સિસ્ટમ અને વર્દીને કારણે હું મજબૂર હતી. જો વર્દીમાં ન હોત તો હું છ નહીં પરંતુ 60થી 70 હોય તો પણ તેમના હાડકાં તોડી શકું છું. મેં એ લોકોને ગાળો ભાંડી ન હતી. એ લોકો મને દારૂ પીવડાવવાની વાતો કરી રહ્યા હતા. એ તમામ લોકો દારૂ પીને આવ્યા હતા અને મને દારૂ પીવડાવવાની વાતો કરતા હતા. જો એ દિવસે હું વર્દીમાં ન હોત તો તેમના હાડકાં ભાંગી નાખતી, ત્યાં સુધી કે તેમના પ્રાઇવેટ પાર્ટ પણ તોડી નાખતી.
આજના આ વીડિયોમાં સુનિતા યાદવ કહી રહી છે કે, આરોગ્ય મંત્રી તેમના દીકરાને કાબૂમાં રાખે. જો આવું નહીં થાય તો તે જેલમાંથી જામીન પર ભલે છૂટ્યો પરંતુ પાછો ત્યાં જ પહોંચી જશે. આ સાથે જ સુનિતા તેણીને ન્યાય ન મળી રહ્યાનો જણાવીને બળાપો કાઢે છે. સાથે જ કહે છે કે તે ઊંઘી પણ નથી શકતી. આંખ બંધ કરે છે ત્યારે તેણીને ભ્રષ્ટ અધિકારીએ દેખાય છે.
https://www.facebook.com/100023753744767/videos/732073497594435/
રાગીણી યાદવને મદદની અપીલ
આ વીડિયોમાં સુનિતા રાગીણી યાદવ નામની છોકરીને મદદ કરવાની અપી કરી રહી છે. સાથે જ કહે છે કે રાગીણી ઘાયલ શેરની છે. તેને અન્યાય થઈ રહ્યો હોવાથી તેની મદદ કરો. સુનિતા કહે છે કે, “હું પોલીસ વિભાગમાં હોવાથી લડી શકુ છું. મારામાં તાકાત છે. રાગીણીને ખાખી વર્દીમાં રહેલા અમૂક ભ્રષ્ટ લોકો ગાળો આપે છે. મને મદદ કરવા ઈચ્છતા યુપી બિહારના લોકો પોતાની દીકરીની મદદ કરે. અમુક પોલીસવાળા ગદ્દાર છે. જે સરકારની નોકરી કરે છે અને ભ્રષ્ટ નેતાઓની ગુલામી કરે છે. લોકો માટે સિસ્ટમ છે, સિસ્ટમ માટે લોકો નથી. રાગીણીના મર્ડર અને રેપ કરવાની વાત કરે છે તેવા અધિકારીઓને જેલમાં ધકેલી દેવા જોઈએ.”મોદી સાહેબ, દીકરીઓની સુરક્ષા કેમ નથી કરતા?
આ વિષે સુનિતા યાદવ મહિલાઓને બળ આપતા કહે છે કે, “મોદી સાહેબ, મંદિર બન્યું એ સારું છે. દીકરીઓની સુરક્ષા કેમ નથી થતી? હવે કોઈ દીકરી સાથે અન્યાય પર થશે તો બળવો કરીશ.” સાથે જ સુનિતા મહિલાઓને કહે છે કે, તમારી સાથે કંઈ ખોટું થાય તો રણચંડી બનો, એમાં તમારી કોઈ ઈજ્જત નહીં જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP