‘જીગલી’ તરીકે જાણીતો ગુજરાતનો ફેમસ યુટ્યુબર ધવલ દોમડિયા શ્રાવણીયો જુગાર રમતો પોલીસે પકડી પડ્યો- લાખોનો મુદ્દામાલ…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. હાલમાં થોડાં જ દિવસમાં જન્માષ્ટમીનો તહેવાર પણ ખુબ જ નજીક આવી રહ્યો છે. આ તહેવાર પહેલાં ઘણાં લોકો જુગાર રમતાં હોય છે. પરંતુ આ મહામારીને ધ્યાનમાં લઈને આ વખતે ખુબ જ ઓછુ પ્રમાણ રહેશે. પરંતુ હાલમાં જ એક મોટાં સમાચાર સામે આવી રહ્યાં છે.

જન્માષ્ટમી આવતાંની સાથે જ જ સૌરાષ્ટ્રનાં લોકો શ્રાવણીયો જુગાર રમવાની શરૂઆત પણ કરી દેતાં હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જુનાગઢ, જામનગર તથા કચ્છમાં પણ પોલીસે જુગાર રમતાં ઘણાં જુગારીને પકડી પાડ્યાં છે. જેમાં જુનાગઢ પોલીસે યુટ્યુબર ધવલ દોમડિયા સહિત અન્ય કુલ 5 લોકોને ગત રાત્રી જુગાર રમતાં ઝડપી પાડ્યાં છે.

હાલમાં તો પોલીસે બધાંની જ અટકાયત કરીને વધુ તપાસ પણ હાથમાં ધરી છે. જુનાગઢ LCBને ગત રાત્રીએ મધુરમ વિસ્તારમાં આવેલ કૃષ્ણપાર્કમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની જાણકારી પણ મળી હતી. જેનાં આધારે પોલીસે રહેણાંક મકાનમાં ચાલી રહેલાં જુગારધામ પર દરોડા પાડ્યાં હતાં.

આ દરમિયાન પોલીસે યુટ્યુબર તેમજ ખુબ જ જાણીતો ધવલ દોમડિયા સહિત અન્ય કુલ 5 શખ્સોને જુગાર રમતાં પકડી પાડ્યા હતાં. પોલીસે આ બધાંની જ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓનાં નામ :

યુટ્યુબર ધવલ જયેન્દ્રભાઈ દોમડિયા (ઉંમર 24 વર્ષ)

કમલેશ હરસુખભાઈ ટાંક (ઉંમર32 વર્ષ)

નંદન બકુલભાઈ પંડ્યા (ઉંમર 24 વર્ષ)

ધવલ દેવશીભાઈ ભેડા (ઉંમર 24 વર્ષ)

જીગર હિમાંશુભાઈ કેલૈયા (ઉંમર 24 વર્ષ)

પોલીસે દરોડા પાડીને જુગાર રમી રહેલ પાંચેય શખ્સોની પાસેથી રોકડ રૂપિયા કુલ 25,000 90, 8 મોબાઈલ ફોન તથા 2 બાઈક સહિત કુલ 1,15,600 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આની સાથે જ પાંચેયની અટકાયત પણ કરીને આગળની તપાસ પણ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર લાંબા સમયથી કોમેડી વીડિયોનાં કોન્સેપ્ટ પર ધવલ દોમડિયા કામ કરી રહ્યો છે. એક સમયે તેમાંનો એક એટલે ‘જીગલી અને ખજૂર’ ફેમ ધવલ દોમડિયા ‘જીગલી’ પાત્રને લઈને સોશિયલ મીડિયા પર ખુબ જ વધુ જાણીતો પણ બન્યો હતો.

ધવલ વર્ષ 2015થી કોમેડી વીડિયો બનાવિ રહ્યો છે. એન્જિનિયરીંગનાં અભ્યાસની સાથે જ કોમેડી વીડિયો બનાવીને ઘણાં લોકોને ખડખડાટ હસાવતાં ધવલને આ વીડિયોની પોપ્યુલારિટી દ્વારા જ ગુજરાતી ફિલ્મ ‘આવું જ રેશે’ માં એક્ટિંગ કરવાંની પણ તક મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *