હાલમાં કોરોનાના કારણે દરેક લોકોના કામ-ધંધા બંધ છે. જેના કારણે લોકો નોકરી-ઘંધાની શોધમાં છે. ત્યારે અમુક કંપનીઓ નોકરી અપાવવાની લાલચમાં લાખો રુપોયા લુટી જતા હોય છે. ત્યારે ગુજરાતના સુરતમાંથી એવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં મજુરા ગેટના સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષમાં હિન્દુસ્તાન કોન્ટ્રાક્ટર એજન્સી નામે ઓફિસ શરૂ કરી રિલાયન્સ અને ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી 23 જેટલા નોકરી વાચ્છુંકો પાસેથી 7.89 લાખ રૂપિયા પડાવી લઇ રાતોરાત ઓફિસને તાળા મારી રફુચક્કર થઇ જનાર એજન્સી માલિક સહિત બે ને અઠવાલાઇન્સ પોલીસે ઝડપી પાડી એક દિવસનો રિમાન્ડ મેળવવાની સાથે 6.28 લાખ રૂપિયા રીકવર કર્યા છે.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતના મજુરા ગેટ વિસ્તારમાં સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષના ચોથા માળે હિન્દુસ્તાન કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા વર્તમાન પત્રોમાં રિલાયન્સ અને ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લોભામણી જાહેરાત વાંચી સંદીપ હિંમત ઉદાણી સહિત 23 નોકરી વાચ્છુંક યુવાનોએ સંર્પક કર્યો હતો. આ તમામ યુવાનો પાસેથી ફોર્મ પેટે 500 રૂપિયા અને ક્વોલીફીકેશન મુજબ નોકરીની પોસ્ટ ઓફર કરી 23 યુવાનો પાસેથી એડવાન્સ પેટે 40 ટકા મુજબ કુલ 7.89 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર બાદ તારીખ 4 ઓગસ્ટના રોજ જોબ ઓફર લેટર લેવા બોલાવ્યા હતા. પરંતુ આ કંપનીમાં યુવાનો પહોંચે તે પહેલા જ ઓફિસને તાળા મારી રાતોરાત રફુચક્કર થઇ ગયા હતા.
સુરતમાં લાખો બેરોજગાર યુવાનોને નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા પડાવી લેનાર ઠગબાજ વિરૂધ્ધ નોકરી વાચ્છુંક યુવાનોએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં બે દિવસ અગાઉ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ અંતર્ગત આજે પીએસઆઇ કે.ડી. રાવલે એજન્સી માલિક શ્રવણકુમાર ઉર્ફે શ્રવણ બંસલ રામદાસ બંસલ અને પ્રિયંકા બ્રીપા શાહુનીને ઝડપી પાડી 1 દિવસનો રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે અને નોકરીના નામે પડાવી લીધેલા 7.89 લાખ રૂપિયા પૈકી 6.28 લાખ રૂપિયા રીકવર કર્યા છે.
હાલમાં પોલીસે આ 2 લોકોની ધરપકડ કરીને રિમાન્ડ ઉપર રાખીને પુછપરછ કરવામાં આવી રહી છે. નોકરીના સપના બતાવી લાખ્ખો રૂપિયા પડાવનાર શ્રવણ બંસલ વર્ષ 2008થી ઉધનામાં પરફેક્ટ નોકરી ડોટ કોમ નામે ઓફિસ ધરાવે છે અને પોતાની ઓફિસમાં કામ કરતી પ્રિયંકા સન્યાંશીને આયશા ખાતુન નામ ધારણ કરી હિન્દુસ્તાન કોન્ટ્રાક્ટર એજન્સીમાં બેસાડી હતી. નોકરીની આશાએ આવનાર યુવાનોને શ્રવણ બંસલ પોતાની ઓળખ રિલાયન્સના એચ.આર. મેનેજર પી.કે. મિશ્રા તરીકે આપતો હતો. ફોર્મ ભરાવ્યા બાદ ઓફર લેટર આપવાનું કહી બે મહિનાના પગારના પૈસા એડવાન્સ પેટે યુવાનો પાસેથી લઇ ઠગાઇ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP