ગઈકાલે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર હતો. જન્માષ્ટમીના દિવસે જુગાર રમવો એ ખૂબ જૂની પ્રણાલી છે.આ પ્રણાલી અંતર્ગત સૌરાષ્ટ્ર તથા કાઠિયાવાડમાં મોટા પ્રમાણમાં જુગાર રમવામાં આવે છે.
તે અંતર્ગત સુરત શહેરમાં પણ ઠેર ઠેર જુગાર રમવામાં આવ્યો હતો.સમગ્ર સુરત શહેરમાંથી સાતમ આઠમ દરમિયાન જુગાર રમતા 178 લોકો ઝડપાયા છે.
સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં થી પુરુષ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ જુગાર રમતા ઝડપાઈ હતી. લોકો સાતમ આઠમના દિવસે ઘરે જ જુગાર રમતા હોય છે.
સમગ્ર સુરત શહેરમાંથી 178 લોકો ઝડપાયા હતા. આ તમામ લોકો જુગાર રમતા હતા.પોલીસે આ 178 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામને જામીન પર મુક્ત કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કૃષ્ણ મંદિરોમાં કોઇપણ સ્થળે જાહેરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી ન હતી. કદાચ એટલા માટે જ આટલી મોટી સંખ્યામાં લોકો ઘરમાં કે અન્ય જાહેર સ્થળોએ જુગાર રમતા પકડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP