અમદાવાદ-નડીયાદ હાઇવે પર બે કાર ઘડાકાભેર અથડાતા 5 લોકોના મોત- રાતના સમયે સર્જાયો ભયંકર અકસ્માત

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાંથી પણ અવારનવાર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે.જેને કારણે ઘણાં લોકોનાં મોત પણ થતાં હોય છે. આવી જ એક ઘટના ફરી એકવાર હાલમાં સામે આવી રહી છે.

ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આજુબાજુ અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 5 લોકોનાં મોત પણ નિપજ્યા હતાં. બંને કાર અથડાતાં જ આ અકસ્માત સર્જાયો હતો. કુલ 5 ઈજાગ્રસ્ત લોકોને પાસેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

નેશનલ હાઈવે-8 પર નડિયાદ નજીક પીજ ચોકડીની નજીક મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 3 લોકોની હાલત ખુબ જ ગંભીર હોવાંની પ્રાથમિક જાણકારી મળી રહી છે. કારમાં એક બાળક તથા કુલ 2 વ્યક્તિ પણ ફસાઈ ગયાં હતાં.

ઘટનાની માહિતી અનુસાર ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આજુબાજુ અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે નંબર- 8 પર નડિયાદ તથા ખેડાની નજીક કુલ 2 કારની વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. નડિયાદની પીજ ચોકડી નજીક નડીયાદથી અમદાવાદ બાજુનાં રસ્તા પર અકસ્માતની ઘટના બની હતી.

આ અકસ્માતમાં મૃત પામેલ વ્યક્તિમાં કુલ 2 મહિલા, 2 બાળકો તેમજ 1 પુરૂષનો પણ સમાવેશ થાય છે. નડિયાદથી અમદાવાદ જઈ રહેલ એક લક્ઝુરિયસ કાર તથા સ્વિફ્ટ કારની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતગ્રસ્ત બંને કારમાંથી મળીને કુલ 5 લોકોનાં તો ઘટનાસ્થળ પર જ મોત પણ નિપજ્યા હતાં.

આ અકસ્માતનો ભોગ બનેલ બંને વાહનો અમદાવાદ પાસિંગનાં છે. ઘટનાની જાણ થતાં જ રદ પરથી પસાર થઈ રહેલ વાહનચાલકો અને બીજા સ્થાનિકોએ બચાવની કામગીરી પણ હાથ ધરી હતી. ઘટનાસ્થળ પર રીતસરનું હ્યદયદ્રાવક ચીચીયારીથી ગુંજી ઉઠ્યું હતું.

કારમાંનો સામાન રસ્તા પર ફંગોળાઈ પણ ગયો હતો. બંને વાહનો રીતસરની કાટમાળમાં જ બદલાઈ ગયાં હતાં.આ દુર્ઘટના એટલી બધી ગંભીર હતી કે એક બાળકનો ચહેરો ઓળખવો ઘણો મુશ્કેલ બન્યો હતો. રસ્તા પર મૃતદેહ રીતસરનાં ફંગોળાઈ ગયાં હતાં.

જ્યારે ગંભીર ઈજાને લીધે ઈજાગ્રસ્તો કણસી રહ્યાં હતાં. એમની સ્થિતિ જોઈને ભલભલાનું કાળજુ પણ કંપી ગયું હતું.અકસ્માતમાં કુલ 3થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘાયલ લોકોને પાસેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *