View this post on Instagram
ફિટ અને ગ્લેમરસ છે શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટી બોલિવુડની સૌથી વઘારે ફિટ અને ગ્લેમરસ એક્ટ્રેસમાંથી એક છે. એક્ટ્રેસ માટે ફિટનેસ હંમેશા પ્રાથમિકતા છે. અન્ય યુવતીઓ તેમજ ગૃહિણીઓ માટે પણ તે પ્રેરણારૂપ છે. ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે શિલ્પા શેટ્ટી ફિટ રહેવા માટે કયા પ્રકારનો ડાયટ ફોલો કરતી હશે?
શિલ્પા શેટ્ટીએ શેર કરી રેસિપી
શિલ્પા શેટ્ટી અવારનવાર પોતાનું ડાયટ ફેન્સ સાથે શેર કરી છે. ત્યારે હવે તેણે ફેન્સ સાથે કોકમમાંથી બનતા એક ડ્રિન્કની રેસિપી શેર કરી છે. આ રેસિપી શેર કરતા એક્ટ્રેસે કહ્યું કે, ‘ગરમીની સીઝન માટે આ ડ્રિન્ક પરફેક્ટ છે અને સાથે-સાથે વજન પણ ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ આ ડ્રિન્ક પેટની સમસ્યાઓને દૂર કરી ડાયજેસ્ટિવ સિસ્ટમને સારી બનાવે છે’.
સોલકઢી સ્લશી બનાવવાની રીત
-સાડા ત્રણ ચમચી પલાળેલા કોકમ
-ચાર ચમચી કોકમનું પાણી
-અડચી ચમચી લસણ
-એક નાનું લીલું મરચું
-એક કપ પાણી
-એક કપ કોકોનટ મિલ્ક
-સ્વાદાનુસાર મીઠું
-3-4 બરફના ટુકડાં
બનાવવાની રીત
એક મિક્સર જાર લઈ તેમાં પલાળેલા કોકમ લઈ, તેમાં કોકમનું પાણી ઉમેરી ક્રશ કરી લો. હવે તેમાં સમારેલું લસણ અને સમારેલું નાનું લીલું મરચું તેમજ થોડું પાણી લઈ ક્રશ કરી લો. હવે આ કોકમના પાણીને ગરણીથી ગાળી લો અને તેમાં કોકોનટ મિલ્ક મિક્સ કરી લો. આ મિશ્રણમાં સ્વાદાનુંસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે એક બાઉલમાં બરફના ટુકડાં મુકી તેના પર તૈયાર કરેલા મિશ્રણને ઉમેરો. તો તૈયાર છે સોલકઢી સ્લશી. આ કૂલરને ઠંડુ-ઠંડુ પીવાની મજા આવશે.