સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ જેમ જેમ સીબીઆઈ કરી રહી છે, તેમ તેમ એક પછી એક સનસનાટીપૂર્ણ ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સીબીઆઈની ત્રણ ટીમો અત્યારે અલગ-અલગ જગ્યા એ પૂછપરછ કરી રહી છે. પહેલી ટીમ નીરજ, સિદ્ધાર્થ પિઠાણી, સેમ્યુઅલ મિરાંડા સાથે પૂછપરછ કરી રહી છે, જ્યારે બીજી ટીમ રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરી રહી છે. ત્રીજી ટીમ રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી સાથે પૂછપરછ કરી રહી છે. સમાચાર મળી રહ્યા છે થોડા સમય બાદ આ તમામ લોકોને એક સાથે બેસાડી પૂછપરછ કરવામાં આવશે.
બંને પગની નીચે હતા સોઇના નિશાન
તો આ દરમિયાન એક જાણીતી ન્યૂઝ ચેનલમાં હૉસ્પિટલના કર્મચારીઓ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કૂપર હૉસ્પિટલના એક કર્મચારીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી, તેની હત્યા કરવામા આવી છે. આ કર્મચારીએ કહ્યું કે, મૃતદેહ પીળો પડી ગયો હતો. બંને પગની નીચે એવા નિશાન હતા કે જાણે સોઈ જેવું કંઇક માર્યું હોય. બંને પગ પર આવા ત્રણ-ચાર નિશાન હતા. જોકે તેના પગમાંથી લોહી નતું નીકળી રહ્યું, પરંતુ લોહી ભરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતુ.
મૃતદેહ પીળો થઇ ગયો હતો
હૉસ્પિટલના કર્મચારીએ અચંબામાં પાડી દે તેવો ખુલાસો કરતા કહ્યું છે કે, સુશાંત સિંહની ડેડબૉડીને જોઇને લાગતુ હતુ કે તેણે આત્મહત્યા નથી કરી. અમને બૉડી જોઇને ખબર પડી જાય કે મર્ડર છે કે આત્મહત્યા. મોટા મોટા ડૉક્ટરોનું પણ કહેવું છે કે આ આત્મહત્યા નથી, પરંતુ મર્ડર છે, કારણ કે સુશાંતના ગળમાં અજીબ નિશાન જોવા મળી રહ્યા હતા. તેના પગ પર પણ નિશાન હતા અને ગળે ફાંસી ખાવાથી બૉડી પીળી ન પડે, પરંતુ આ કેસમાં સુશાંતની બૉડી પીળી પડી ગઈ હતી. હૉસ્પિટલ કર્મચારીના જાણીતી ન્યૂઝ ચેનલ પરના આ ખુલાસાથી સુશાંત સિંહ રાજપૂત કેસમાં વધુ એક વળાંક લાવ્યો છે.
સુશાંતને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી મુખ્ય આરોપી છે. સુશાંતના પિતા અને પરિવારે રિયા પર સુશાંતને મારવાનો આરોપ લગાવ્યો છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. રિયા પર સુશાંતના પૈસા હડપવાનો અને દુબઈના ડ્રગ્સ ડીલરો સાથે તેના સંબંધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews