ઉત્તર પ્રદેશના નોઇડામાં થયેલી એક સનસનીખેજ ઘટનામાં એક વ્યક્તિએ છોકરીના પરિવારજનો દ્વારા લગ્ન કરવાની ના પાડતાં કથિત રીતે એક બાળકનો જીવ લઈ લીધો છે. આરોપીએ બાળકનો મૃતદેહ મહામાયા ફ્લાયઓવર પાસે પાણી ભરેલા એક ખાડામાં સંતાડી દીધો હતો. પોલીસ દ્વારા મળતી જાણકારી અનુસાર નોઈડાના સેક્ટર 29 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આઠ વર્ષીય બાળકની થયેલી હત્યા મામલે પોલીસે શનિવારના રોજ બાબુ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બાબુ મૃતકની બહેન સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ જ્યારે તેના પરિવારજનોએ લગ્ન કરવાની ના પાડી તો તેણે કથિત રૂપે બાળકનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ સંબંધે ગામમાં રહેનારી સાંત્વના સરકારે શુક્રવારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. સાંત્વનાના અનુસાર તેના આઠ વર્ષીય દીકરાને બાબુ નામના વ્યક્તિને ઘરેથી અપહરણ કરી લઇ ગયો અને તેની હત્યા કરી મહામાયા પાસે એક પાણીના ખાડામાં લાશને સંતાડી દીધી.
ચૌદ વર્ષની છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો
પોલીસે જણાવ્યું કે ઘટનાનો કેસ નોંધી ઘટનાની તપાસ શરૂ કરી રહેલી પોલીસે શનિવારે બાળકની હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમણે જણાવ્યું કે પીડિતાના અનુસાર આરોપી તેની 14 વર્ષીય દીકરી સાથે જબરદસ્તી લગ્ન કરવા માંગતો હતો એટલા માટે પરિવારજનો એ ના પાડી દીધી. આ વાતથી ગુસ્સે ભરાઇને બાળકની હત્યા કરવાની ધમકી આપી હતી. તેમણે જણાવ્યું કે પોલીસે ધરપકડ કરી આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews