બિહારથી રાજસ્થાન જતા મજૂરોથી ભરેલી બસ સાથે ટ્રકની ટક્કર, જાણો કેટલાએ ગુમાવ્યા જીવ

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢt જિલ્લામાં બિહાર થી રાજસ્થાન જતા મજૂરોની પાછળની બાજુથી બહેરામાં ટ્રક બસમાં ટકરાઇ હતી. આ માર્ગ અકસ્માતમાં બે મહિલા મજૂરનું કરૂણ મોત નીપજ્યું…

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢt જિલ્લામાં બિહાર થી રાજસ્થાન જતા મજૂરોની પાછળની બાજુથી બહેરામાં ટ્રક બસમાં ટકરાઇ હતી. આ માર્ગ અકસ્માતમાં બે મહિલા મજૂરનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલો હાથીગવન પોલીસ સ્ટેશનના નેશનલ હાઇવે પર આવેલા શુકલપુર ગામનો છે.

જ્યાં શનિવારે રાત્રે ટ્રકે પાછળથી મજૂરોથી ભરેલી બસને ટક્કર મારી હતી. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે બસ લઘુશંકા માટે ઉતરેલી સાસુ વહુ પર ચઢી ગઈ હતી , જેના કારણે દુ:ખદાયક મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં બસના 40 કામદારો  બચી ગયા હતા.

બાતમી મળતા હાથીગવાન પોલીસે બંને મહિલાઓના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ દુર્ઘટનાનો ભોગ બનેલી બે મહિલા કર્મીઓ બિહારના પટનાના શેખપુરા વિસ્તારની રહેવાસી હોવાનું કહેવાય છે. આ બધા કામદારો ભઠ્ઠામાં કામ કરવા રાજસ્થાન જઈ રહ્યા હતા.

બીજી તરફ, અકસ્માત બાદ, તમામ કામદારોને બીજી બસ દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *