ગુજરાતમાં કોરોના વચ્ચે ભૂકંપના નાના મોટા આંચકાઓ સતત આવી રહ્યા છે ત્યારે આજ રોજ ફરી એક વખત કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યા બાદ નાના મોટા આંચકાઓ ચાલું રહ્યા છે. ત્યાકે વિનાશક ભૂકંપમાં સૌથી ક્ષતિગ્રસ્ત થયેલા કચ્છમાં ફરી એકવખત મોટો ભૂકંપ આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, કચ્છમાં આજે બપોરે એક મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં આવેલા ભૂકંપનો આંચકો ભચાઇ અને અંજારમાં પણ અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 7 કિમી દૂર નોંધવામાં આવ્યું છે.
લોકોના જણાવ્યા અનુસાર, કચ્છમાં આજે બપોરે 2.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકોની તીવ્રતા 4.1ની હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કચ્છમાં આવેલા ભૂકંપનો આંચકો ભચાઉ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયો હતો.
હાલમાં મળતી મહિતી અનુસાર, જાનમાલના નુકશાનના કોઈ સમાચાર મળ્યા નથી. ભૂજ અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભરબપોરે લોકોએ ઘર બહાર દોટ મૂકી હતી. આ આંચકાની તીવ્રતા વધુ હોવાથી કચ્છવાસીઓને 2001 ના વર્ષના ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. આંચકો વધુ મેગ્નીટ્યુડનો હોવાથી ધ્રુજારી લાંબી ચાલી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews