દેશમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. માર્ગ અકસ્માતમાં એક વર્ષ દરમ્યાન હજારો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. મોટાભાગે હીટ એન્ડ રનની ઘટનામાં લોકો અકસ્માત કરીને ભાગી જતા હોય છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં એક કાર દુર્ઘટનાનો (Car Accident) શિકાર બન્યા પછી 250 મીટર નીચે ગુલાટી મારીને એક ઘરની છત ઉપર જઈને પડી હતી.
આ સમગ્ર ઘટના બાદ લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. લોકો પાસેથી મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ડ્રાઇવર અને અને અન્ય એક સવારને ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં પૂર્વ સૈનિક વીરેન્દ્રસિંહ સહિત ચાલક ઇજાગ્રસ્ત થયા છે. જે રીતે આભયંકર અકસ્માતમાંમાં બંનેના જીવ બચી જવા ચમત્કારીક છે. જાણકારી પ્રમાણે સુબોથુ-સોલન માર્ગ પર આ અકસ્માત થયો હતો. ગુરુવારે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ કાર રહેણાંક વિસ્તારમાં પડી હતી જેના કારણે રહેણાંક વિસ્તારમાં ઉભેલી કાર પર અકસ્માતવાળી કાર પડતા ઘણું નુકસાન થયું છે. વીડિયોમાં જોવા મળે છે કે ગુલાટી મારતી એક કાર કેવી રીતે રસ્તા પર પડ્યા પછી છત પર લટકી જાય છે. ગુરુવારે આ ઘટના બની હતી. આ દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews