ઘણીવાર એવાં સમાચાર સામે આવતા હોય છે, કે નાના એવાં રોકાણમાંથી શરુ થયેલ કંપની લાખો રૂપિયાની કમાણી કરી રહી હોય. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.કંપનીની શરૂઆત કરનાર ગૌરવ મુંજાલે કોમ્પ્યુટર એન્જિનિઅરિંગમાં B.tech કર્યા પછી લાખો રૂપિયાના પેકેજની નોકરી છોડી દીધી હતી.
એના પિતા ડો. ઇશ મુંજાલ શહેરનાં પ્રખ્યાત ડોક્ટર રહેલા છે. રોમન સૈનીએ IASમાં પસંદગી થઈ એનાં કુલ 6 મહિના પછી રાજીનામુ આપી દીધું હતું. વડાપ્રધાને જ્યારે સમગ્ર દેશમાંથી સ્ટાર્ટઅપ કરનાર લોકોને આમંત્રિત કર્યા હતાં ત્યારે ગૌરવ તથા રોમન પણ એમા સામેલ હતાં.
ગૌરવ મુંજાલે યુટ્યુબ પર કોલેજ કરતી વખતે એની શરૂઆત કરી હતી. ત્યારપછી એના મિત્ર IAS રોમન સૈનીને વર્ષ 2015માં એને આગળ વધારવા માટે જોડાવવા માટે કહ્યું હતું. રોમને નોકરી છોડીને ગૌરવની સાથે જોડાઇ ગયો હતો.યુટ્યૂબ તેમજ એપ્લીકેશન પર અનએકેડમીને સૌથી વધારે પસંદ કરવામા આવે છે. અહીં કુલ 18 એજ્યુકેટર, કુલ 35 પ્રતિયોગિતા પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવે છે.
ગૌરવનાં માતા સીમા મુંજાલ જણાવતાં કહે છે, કે અસફળતાની વાત આવે ત્યારે ગૌરવ હસી પડતો હતો. રોમનનાં પિતા રામ અવતાર સૈની તેમજ માતા અનીતા જણાવતાં કહે છે, કે રોમને 12મા ધોરણ પછી AIIMSમાંથી MBBS કર્યું ત્યારપછી એ IAS બન્યો હતો. નોકરી છોડીને એણે ગૌરવની સાથે અનએકેડમીની શરૂઆત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en