હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે તમામ ધંધા ભાંગી પડતાં લોકોને આર્થિક સંકડામળનો સામનો કરવો પડ્યો છે. આ મહામારીમાં મોદી સરકાર દ્વારા ઘણાં રાહતના સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
જૂન ત્રિમાસિકમાં GDPમાં કુલ 23.9%નાં ભારે ઘટાડા પછી સરકાર ઈકોનોમીની માટે વધારે એક રાહત પેકેજ આપવાની તૈયારી કરી રહી છે. આ વખતે મધ્યમ વર્ગ તેમજ નાના કારોબારીઓ પર મોદી સરકારનું ધ્યાન હોઈ શકે છે. સરકારનાં મુખ્ય આર્થિક સલાહકાર કે.સુબ્રમણ્યમે હાલમાં જણાવતાં કહ્યું હતું, કે ખુબ જ ટૂંક સમયમાં જ ઈકોનોમીની માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે.
તેઓના નિવેદનને આધારે એ વાત કહી શકાય કે સરકાર બીજું રાહત પેકેજ લાવવાની તૈયારી કરી રહી છે. હવે લોકડાઉન સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે તેમજ સતત રાજ્યોમાં ઈકોનોમી પણ ખુલી ચૂકી છે. સરકારને લાગી રહ્યું છે, કે આ સમય અન્ય રાહત પેકેજ લાવવાં માટે ઉચિત છે તેમજ એનો સારો લાભ પણ મળી શકે છે.
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાં માટે વિત્ત મંત્રાલયમાં અંતિમ કુલ 2 માસથી સતત ઉચ્ચસ્તરીય બેઠકો ચાલી રહી છે. હવે, GDPના આંકડાઓ પછી સરકારના પ્રયત્નોમાં તેજી આવી રહી છે. અહી ઉલ્લેખનીય છે, કે જૂન ત્રિમાસિકમાં ભારતનાં GDPમાં કુલ 23.9% નો ઘટાડો આવ્યો છે. ભારત વિશ્વનાં સૌથી ઘટાડાવાળા દેશોમાંનો એક છે. એટલે કે અર્થવ્યવસ્થાની માટે પણ સમસ્યાઓ વધવાં લાગી છે.
જાણકારોનું માનવું છે, કે આ નાણાકીય વર્ષમાં GDP ગ્રોથ નેગેટિવ રહી શકે છે તથા એમાં અંદાજે કુલ 7% નો ઘટાડો પણ થઈ શકે છે.આ બેઠકો પર PM કાર્યાલય પણ સતત ધ્યાન દોરી રહ્યું છે તેમજ મીટિંગની બધી માહિતી પણ PMOને આપવામાં આવી રહી છે. ઉત્સવોની સિઝન પાસે હોવાને લીધે સરકાર વિચારી રહી છે, કે માંગમાં વધારો કરવાનાં પ્રયત્ન કરવામાં આવવા જોઈએ.
સરકારી સુત્રો મુજબ સરકારી અધિકારી સતત કોર્પોરેટ જગતનાં પ્રમુખ લોકોની સાથે વાર્તાલાપ કરીને એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે, કે આગામી તબક્કામાં આર્થિક સુધારા માટે શું જરૂરી રહેશે. કોર્પોરેટ જગતનું જણાવવું છે, કે માંગમાં ઘટાડો જ GDPના ઘટાડાનું મુખ્ય કારણ રહેલું છે.
GDP નાં આંકડા આવે તેની અગાઉ જ વિત્ત મંત્રાલયમાં આ બાબતે ચર્ચાઓની શરૂઆત થઈ ગઈ હતી. એક રાહત પેકેજ લાવવામાં આવે. તમામ મંત્રાલયોના અધિકારીઓએ લોકડાઉનથી થયેલ નુકસાનનું મુલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en