હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને આપને ખુબ જ નવાઈ લાગશે. સામાન્ય રીતે તો યુવતીઓ લગ્ન પછી સાસરે જતી રહેતી હોય છે તેમજ પોતાનુ બાકીનું જીવન ત્યાં જ પસાર કરે છે. આપણા દેશમાં એક જગ્યા એવી પણ છે કે, જ્યાં લગ્ન પછી યુવતીઓ સાસરે નથી જતી પન જમાઈ જ યુવતીનાં ઘરે આવીને રહે છે.
ઉત્તરપ્રદેશમાં આવેલ કૌશાંબી જિલ્લામાં સ્થિત આ ગામનું નામ હિંગુલપુર છે. હિંગુલપુરનાં ‘જમાઈનાં ગામ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.એક એવો પણ સમય હતો કે, જ્યારે હિંગુલપુર ગામમાં કન્યા ભ્રુણ હત્યા તેમજ દહેજ હત્યામાં ઘણું આગળ હતું પણ હાલનાં સમયમાં આ ગામમાં પોતાની દિકરીઓને બચાવવા માટે અનોખી રીત અપનાવવામાં આવી છે.
આ ગામનાં વડીલો દ્વારા યુવતીઓને લગ્ન પછી પિયરમાં જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગામનાં મુસ્લિમ સમુદાયે પણ આ રીતનો સ્વીકાર કર્યો છે. હિંગુલપુર ગામની યુવતીઓની સાથે લગ્ન કરવાં માટે આ એક મુખ્ય શરત રહેલી છે.ગામમાં રહેવાં માટે આવી રહેલ જમાઈને રોજગારની પણ સમસ્યા ન થાય એની પણ કાળજી ગામના લોકો રાખે છે.
હિંગુલપુર ગામમાં આજુબાજુનાં જિલ્લાઓ જેવા કે કાનપુર, ફતેહપુર, પ્રતાપગઢ, ઈલાહાબાદ તથા બાંગાનાં જમાઈઓ રહી રહ્યા છે. આ ગામની પરણિત મહિલાઓ પોતાના પતિની સાથે ઘર-ગૃહસ્થી વસાવી લીધી છે. આટલું જ નહીં પરંતુ અહીં એક ઘરમાં જમાઈઓની પેઢીઓ વસેલી જોવાં મળશે. ભારતમાં હિંગુલપુર માત્ર એવુ એકલુ જ ગામ નથી. મધ્યપ્રદેશમાં આવેલ નરસિંહપુર જિલ્લા મુખ્યાલયની પાસે પણ આવું એક ગામ આવેલું છે.
જ્યાં જમાઈઓ આવીને રહે છે. અહીંના બિતલી નામનું ગામ જમાઈનાં ગામના નામથી ખુબ જ જાણીતું બન્યું છે.લગ્ન પછી પણ યુવતીઓને પોતાની સાથે રાખવા પાછળનું મૂળભૂત કારણ એ છે કે, દિકરીનાં લગ્ન ક્યાંક દૂર કરવા પર અન્ય પરિવાર વિશે તમામ માહિતી નથી મળી શકતી. ઘણીવાર અડધી માહિતી પર જ સંબંધ તોડી દેવામાં આવતાં હોય છે. જેને લીધે બન્ને પક્ષ પરેશાન થતાં હોય છે. આ સમસ્યાની સામે લડવા માટે દિકરીની સાથે જમાઈના ઘર વસાવવાનાં રિવાજ ચલણમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en