પ્રજા છે બેરોજગાર પોલીસ મારે દંડનો માર: જુઓ ગુજરાત વિધાનસભામાં કોણે કર્યું વિરોધ પ્રદર્શન

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરના મહામારી ચાલી રહી છે આ દરમ્યાન 21 સપ્ટેમ્બર ૨૦૨૦૦ના એટલે કે, આજ રોજ ગુજરાત વિધાનસભાનું (Gujarat Vidhansabha) ચોમાસું સત્ર પાંચ દિવસ…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરના મહામારી ચાલી રહી છે આ દરમ્યાન 21 સપ્ટેમ્બર ૨૦૨૦૦ના એટલે કે, આજ રોજ ગુજરાત વિધાનસભાનું (Gujarat Vidhansabha) ચોમાસું સત્ર પાંચ દિવસ માટે શરુ થવા જઈ રહ્યું છે. કોરોનાને કારણે આ વખતે વિધાનસભામાં પહેલીવાર ફેરફાર થવા જઈ રહ્યા છે જેમાં મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ (Social distance) સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન નિયમો અનુસાર કોઇ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સત્ર શરૂ થતા પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના ટેસ્ટ (covid 19 tet) કરવામાં આવ્યાં છે. આ ટેસ્ટમાં કૉંગ્રેસનાં (Congress) ચાર અને ભાજપનાં (BJP) બે ધારાસભ્યોના કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમને વિધાનસભામાં હાજરી આપવા દેવામાં નહિ આવે.

આજ રોજ શરુ થનાર વિધાનસભાના સત્રની શરુ આત પહેલા તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નેગેટીવ આવ્યા હતા.જયારે ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પોઝીટીવ અને કોંગ્રેસના 3 ધારાસભ્ય વ્યારાના પુના ગામિત, ધાનેરાના નાથા પટેલ અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમર પોઝીટીવ આવ્યા હતા. કોંગ્રેસના 46 અને ભાજપના 70 ધારાસભ્યનો કોરોના ટેસ્ટ કરાયા હતા.

હાલમાં થોડા સમય બાદ ગુજરાત વિધાનસભામાં સોમવારથી ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ બેનર સાથે પ્રવેશ્યા હતા. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે અમદાવાદ શહેરના દરિયાપુરના ધારાસભ્ય અને જમાલપુરના ધારાસભ્ય બેનર સાથે વિધાનસભા સંકુલમાં પ્રવેશ્યા છે.

કોગ્રેસના 2 ધારાસભ્યો દ્વારા ગુજરાત રાજ્યમાં સરકાર કોરોનામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રજા બેરોજગાર છે ત્યારે પોલીસ દંડાનો માર મારી રહી છે. કોરોનામાં નિષ્ફળ સરકાર પ્રજાને મારે દંડાનો માર જેવા બેનર સાથે પ્રવેશ કર્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર કોરોનાને નાથવાનાં નિષ્ફળ રહી છે અને પોલીસને માસ્કનો દંડ વસૂલવા ટાર્ગેટ આપે છે. આ મુદ્દાને પાંચ દિવસના સત્રમાં ઉઠાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *