ભારતમાં છે દુનિયાના સૌથી વધુ ક્રિકેટ સ્ટેડિયમ , આંકડો જાણો ચોંકી ઉઠશો

હાલમાં તમામ લોકો IPLની મજા માણી રહ્યાં છે ત્યારે આવા સમયમાં IPL એટલે કે ક્રિક્રેટ સંબંધિત સમાચાર સામે આવી રહ્યાં છે.ભારત દેશમાં ક્રિકેટની દીવાનગી બાબતે કોઈ પ્રશ્ન ઉઠાવી શકે એમ નથી. દેશના તમામ ખૂણાના લોકો ક્રીક્રેટની પાછળ પાગલ છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 52 સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટ મેચ રમાઈ ચૂકી છે અથવા એને આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનો દરજ્જો મળેલ છે.

દેશનાં આ 52 કુલ 31 સ્ટેડિયમમાં હવે મેચ રમાતી નથી. આ કુલ 31 સ્ટેડિયમને હવે નિવૃત્ત માનવામાં આવી રહ્યાં છે. આશ્ચર્યની વાત તો એ રહેલી છે કે, એક પણ સ્ટેડિયમ ક્રિકેટરનાં નામ પર રાખવામાં આવ્યું નથી. છેલ્લે જ્યારે કોઈ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું એ દિલ્હીનું ફિરોજશાહ કોટલા હતું. જેનું નામ બદલીને ભાજપનાં દિવંગત નેતા અરુણ જેટલી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું હતું.

સ્ટેડિયમની વાત કરીએ તો ભારત વિશ્વમાં પ્રથમ ક્રમ પર આવે છે. ભારતની પાસે કુલ 52 ક્રિક્રેટ સ્ટેડિયમ છે. બીજો ક્રમ ઈંગ્લેન્ડનો આવે છે, જ્યાં માત્ર 23 સ્ટેડિયમ છે. ભારતની પાસે ઈંગ્લેન્ડ કરતાં કુલ 29 સ્ટેડિયમ વધારે છે. દેશનાં કુલ 31 સ્ટેડિયમમાં હાલ મેચ રમવામાં આવતી નથી. ભારતમાં પહેલી ટેસ્ટ મેચ વર્ષ 1933માં મુંબઈમાં આવેલ જિમખાના ગ્રાઉન્ડ પર રમવામાં આવી  હતી.

આ મેદાન પર  હવે મેચ રમવામાં આવતી નથી. ભારતમાં પહેલી વન-ડે મેચ અમદાવાદમાં આવેલ નવરંગપુરા ખાતે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ પર રમવામાં આવી હતી. નવરંગપુરામાં આવેલ આ સ્ટેડિયમ પર હવે આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવતી નથી કારણ કે અમદાવાદ ખાતેની મેચ હવે મોટેરા સ્ટેડિયમમાં રમવામાં આવે છે, જેને હાલમાં રિનોવેટ કરી દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમમાં બદલી દેવામાં આવ્યું છે.

સ્ટેડિયમનાં નામ નેતાઓ અથવા તો કોઈ ખાસ વ્યક્તિના નામ પર રાખવાની પરંપરા :
સમગ્ર દેશમાં હાલમાં કુલ 21 સ્ટેડિયમ સક્રિય રહેલાં છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની મેચ રમવામાં આવે છે. જેમાંથી કુલ 9 સ્ટેડિયમનાં નામ કોઈ ‘ખાસ’ વ્યક્તિ પર રાખવામાં આવ્યાં નથી. તેમાં કોલકાતામાં આવેલ ઈડન ગાર્ડન્સ, મુંબઈમાં આવેલ બ્રેબોર્ન, કટકમાં આવેલ બારાબતી, નાગપુરમાં આવેલ વિદર્ભ, પુણેમાં આવેલ મહારાષ્ટ્ર ક્રિક્રેટ સંઘ સ્ટેડિયમ, રાજકોટનું સૌરાષ્ટ્ર ક્રિક્રેટ સંઘ સ્ટેડિયમ, રાંચીનું જમશેદપુર સ્ટેટ એસોસિયેશન સ્ટેડિયમ, ધર્મશાલાનું હિમાચલ પ્રદેશ ક્રિક્રેટ એસોસિયેશન સ્ટેડિયમ, તિરુવનંતપુરમમાં આવેલ ગ્રીનફિલ્ડ સ્ટેડિયમનો સમાવેશ થાય છે. ભારતનાં કેટલાંક સ્ટેડિયમનાં નામ નેતાઓ અથવા તો કોઈ ખાસ વ્યક્તિના નામ પર રાખવાની પરંપરા રહેલી છે. આને લીધે જ ભારતમાં કોઈ ક્રિકેટરનાં નામ પર સ્ટેડિયમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *