અહિયાં નાક ના બે નહી પણ ત્રણ કાણા સાથે જન્મી દીકરી, ડોક્ટરોએ કર્યું કઈક આવું

ઘણીવાર સોશિયલ મીડિયામાં આશ્વર્ય પમાડે એવી કેટલીક ઘટનાઓ રાજ્યમાંથી સામે આવી છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટના રાજ્યમાં આવેલ અમદાવાદમાંથી સામે આવી રહી છે. ડોક્ટરની ભાષામાં કહેવામાં આવતી રેરેસ્ટ ઓફ ધ રેર સુપરનર્મરી(નાકમાં એક કરતાં વધારે કાણાં) સાથે રાજસ્થાનનાં એક પરિવારના ઘરે બાળકીનો જન્મ થયો હતો.

બાળકીના મો પર નાકનાં કુલ 2 કાણાંની ઉપરાંત એક વધારાનું કાણું હતું. જેને લીધે બાળકી સામાન્ય બાળકો કરતાં જુદી તરી આવતી હતી. માતા-પિતાએ ઘણાં ડોક્ટરને દેખાડ્યા પછી બાળકીને અમદાવાદમાં આવેલ પાલડીમાં આરના હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં પિડિયાટ્રિક સર્જન ડો. કેયૂર ભાલાવતની ટીમ દ્વારા બાળકીની સફળ સર્જરી કરવામાં આવી છે તેમજ નવજીવન આપવામાં આવ્યું છે. કુલ 10 લાખમાં આવો માત્ર 1 કેસ જોવા મળે છે.

બાળકીને વધારાનું કાણું હતું, જેને દૂર કરવા માટે ઓપરેશનની જરૂર હતી :
પિડિયાટ્રિક સર્જન ડો. કેયૂર ભાલાવતે જણાવતાં કહ્યું હતું કે, આ રેરેસ્ટ ઓફ ધ રેર જોવા મળે છે. જેમાં વધારાના નાકની સાથે બાળકનો જન્મ થાય એને સુપરનોર્મરી કહેવામાં આવે છે. રાજસ્થાનની માત્ર 3 મહિનાની આ બાળકીના પરિવારે એક મહિના પહેલાં બીજા ડોક્ટરના રેફરન્સથી સંપર્ક કર્યો હતો. તમામ વ્યક્તિને નાકનાં કુલ 2 કાણાં હોય છે પરંતુ આ બાળકીને વધારાનું 1 કાણું હતું. જેને દૂર કરવા માટે ઓપરેશનની જરૂર હતી.

છેક અંદરના ભાગ સુધી તપાસ કરીને ત્રીજા કાણાને દૂર કરવામાં આવ્યું :
ડો. કેયૂરે જણાવતાં કહ્યું હતું કે, આ કાણું અંદરની બાજુએ હોવાથી છેક મગજ સુધી પહોંચી ગયું હતું. જેને લીધે એની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. બાળકીની આ સર્જરી ડો. કુણાલ શેડ, મિહિર મહેતા, હિતેશ ગાંધી તેમજ તૃપેશ શાહની સાથે મળીને કરવામાં આવી હતી. કુલ 20 વર્ષના અનુભવમાં પ્રથમ વાર આવાં પ્રકારનો કેસ જોવા મળ્યો હતો. સર્જરી કર્યા પછી છેક અંદરના ભાગ સુધી તપાસ કરીને નાકને દૂર કરવામાં આવ્યું હતું. હાલમાં બાળકીની પરીસ્થિતિ ખૂબ જ સારી છે.

બાળકી 3 માસની થતાં ઓપરેશન માટે અમદાવાદ લાવવામાં આવી :
બાળકીનાં પરિવારે જણાવતાં કહ્યું હતું કે, બાળકીનો મોડાસા ખાતે જન્મ થયો હતો. એને વધારાનું એક કાણું હતું. જેને કારણે ત્રણથી ચાર ડોકટરોને બતાવવામાં આવ્યું હતું. એમણે ડોકટર કેયૂરનો રેફરન્સ આપ્યો હતો. કુલ 3 માસની બાળકી થઈ જતાં તેનું ઓપરેશન કરવા માટે અમદાવાદ લાવવામાં આવી હતી. ઓપરેશન કર્યા પછી હાલમાં તેની સ્થિતિ ખુબ જ સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *