હાલમાં દુબઈમાં IPL ચાલી રહી છે. મોટાભાગનાં લોકો MS ધોનીનાં ચાહકો હોય છે. MS ધોનીએ ક્રિક્રેટ જગતમાં પોતાના નામે કેટલાય રેકોર્ડ સ્થાપિત કરી દીધાં છે. તમામ ક્ષેત્રમાં હાલમાં મહિલાઓ આગળ વધી રહી છે. આવા જ એક સમાચાર ક્રિક્રેટ જગતમાંથી સામે આવી રહ્યાં છે.
T-20 માં વિકેટ પાછળ સૌથી વધુ શિકાર કરવાનો રેકોર્ડ :
રવિવારનાં બ્રિસ્બેનનાં એલન બૉર્ડર ફીલ્ડ પર રમાયેલ મેચ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર એલિસા હીલીના વર્લ્ડ રિકૉર્ડને લીધે યાદગાર બની ગઈ હતી. માત્ર 30 વર્ષની એલિસા હીલીએ આ મેચમાં વિકેટની પાછળ કુલ 2 શિકાર ઝડપીને મહેન્દ્રસિંહ ધોનાના T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ શિકાર કરવાનાં વર્લ્ડ રેકોર્ડ (91)ને તોડી નાંખ્યો છે.
ધોનીએ કુલ 91 શિકાર એટલે કે કુલ 57 કેચ તથા કુલ 34 સ્ટમ્પિંગ કર્યા છે. હીલીએ કીવી ક્રિકેટર લૉરેન ડૉનનો કેચ પકડીને T-20 ઇન્ટરનેશનલમાં ધોનીને પાછળ મુકીને પોતાના કુલ 92 શિકાર એટલે કે કુલ 42 કેચ તથા કુલ 50 સ્ટમ્પિંગ પુર્ણ કર્યા છે.
સૌથી વધુ T-20 ઇન્ટરનેશનલ મેચ રમવાનો ધોનીનો રેકોર્ડ તુટ્યો :
માત્ર મહિલા T-20 ઇન્ટરનેશનલની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની સારા ટેલર કુલ 74 શિકારની સાથે દ્રિતીય સ્થાન પર છે. આટલું જ નહીં પરંતુ હીલીએ વિકેટકીપર તરીકે સર્વાધિક T-20 ઇન્ટરનેશનલ મેચ રમવાના ધોનીના રેકૉર્ડને પણ તોડી નાંખ્યો છે. હીલીની આ 99મી મેચ હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લઇ ચુકેલ ધોનીએ કુલ 98 T-20 ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle