ભાજપના વોટ્સએપ ગ્રૃપમાં શેર થયા અશ્લીલ વેબસાઈટના વીડિયો – લૂલો બચાવ કરતા કહી આ વાત

ગુજરાતમાંથી અવાર-નવાર ભાજપના વોટસએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો અપલોડ કરવામાં આવતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરત ભાજપના વોર્ડ નં.11ના વોટસએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો મૂકાયા છે. જેના સ્ક્રીન શોર્ટ સોશિયલ મીડિયામાં(Social media) વાઇરલ થઈ રહ્યા છે. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ કાર્યકરો અને નેતાઓને ટેક્નોલોજીનો ઉપયોગ વધારે કરવા પર ભાર મૂકી રહ્યાં છે ત્યારે સુરત શહેર ભાજપના વોર્ડ નં.11ના વોટસએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો મૂકાયા છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરત શહેરના ભાજપના વોર્ડ નં.11ના વોટસએપ ગ્રુપમાં વિજય મોદી દ્વારા અશ્લિલ વીડિયો મુકવામાં આવ્યા છે. જેથી ધારાસભ્ય સહિત મહિલા કોર્પોરેટર અને આગેવાનો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે. વીડિયો મૂકનાર વિજય મોદીએ જણાવ્યું હતું કે, છોકરાએ ભૂલથી વીડિયો અપલોડ કર્યા છે.

સ્ક્રિનશોટ વાઈરલ થયા
હાલમાં આ વીડિયોના ન શોર્ટ સોશિયલ મીડિયા(Social media) ઉપર ખુબ જ વાઇરલ થઈ રહ્યા છે. સુરત શહેરના ભાજપના વોર્ડ નં.11ના વોટસએપ ગ્રુમાં અશ્લિલ વીડિયો મુકાતા હોબાળો મચવાની સાથે સાથે સ્ક્રિન શોર્ટ વાઈરલ થયા હતાં. મળતી માહિતી અનુસાર, શિસ્તબદ્ધ પક્ષ ભાજપના જ બક્ષીપંચ મોરચના હોદ્દાદાર વિજય મોદીએ ગ્રુપમાં ત્રણ અશ્લિલ ક્લિપ મૂકી હતી. જેથી ગ્રુપમાં રહેલા સભ્યો અચંબામાં મુકાઈ જવાની સાથે શરમજનક સ્થિતિમાં આવી ગયા હતાં.

છોકરાએ ભૂલથી મૂકી દીધા: વિજય મોદી
સુરતના લાલગેટ વિસ્તારમાં પોતાની કરિણાયાની દુકાન ચલાવતા અને ભાજપના વોર્ડ નં.11 માં હોદ્દેદાર એવા વિજય મોદીએ કહ્યું કે, મારો મોબાઈલ ફોન છોકરા પાસે હતો. મેં કોંગ્રેસ કાર્યાલયનો ફોટ ગ્રુપમાં શેર કર્યો હતો. બાદમાં મોબાઈલ ફોન છોકરા પાસે હોવાથી તેનાથી ભૂલમાં વીડિયો અપલોડ થઈ ગયા છે. આમ કહીને છોકરાના નામે વિજય મોદી પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે.

હાલમાં સોશિયલ મીડિયા ઉપર આ સમગ્ર ઘટનાના સ્ક્રિન શોટ વાઈરલ થતાં અમૂક લોકોએ કોમેન્ટ કરી હતી કે, ભાજપના નેતાની આ માનસિકતા છતી થઈ ગઈ છે. નારી ગૌરવની વાત કરનારા નેતાઓ અને ધારાસભ્યો તથા મહિલાઓ વાળા ગ્રુપમાં વીડિયો મુકાયો તેના કરતાં તેના ફોનમાં એ પ્રકારનું સાહિત્ય હોય તે શું સાબિત કરે છે તેવા સવાલો પણ સોશિયલ મીડિયામાં ઉઠાવવામાં આવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *