લ્યો બોલો સુરત પોલીસને બાતમી મળી અને રેડ પાડી તો આ મહિલાઓ રસોડામાં કરી રહી હતી ગુનાહિત કામ

સામાન્ય રીતે જોવા જઈએ તો મહિલાઓ રસોડાના કામકાજ માટે જાણીતી છે. પરંતુ સુરતમાં એવી એક ઘટના સામે આવી છે. જે તમને ચોંકાવી દેશે. સુરતના કાપોદ્ર…

સામાન્ય રીતે જોવા જઈએ તો મહિલાઓ રસોડાના કામકાજ માટે જાણીતી છે. પરંતુ સુરતમાં એવી એક ઘટના સામે આવી છે. જે તમને ચોંકાવી દેશે. સુરતના કાપોદ્ર વિસ્તાર માં 9 મહિલાઓ રસોડામાં ભેગા મળીને રસોઈ કરવાને બદલે જુગાર રમતી ઝડપાઈ છે. આ તમામની ધરપકડ કરવામાં આવી છે અને જુગારધારા અનુસાર ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ કાર્યવાહીમાં કુલ નવ મહિલાઓ જુગાર રમતા ઝડપાયા છે. મહિલાઓ પાસેથી રૂપિયા કુલ 27 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આ તમામ મહિલાઓ ભક્તિ ધામ સોસાયટીના મકાન માં આવેલા રસોડામાં જુગાર રમતી હતી. જેને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી હતી.

પકડાયેલી ૯ મહિલા આરોપીઓના નામ આ પ્રમાણે છે. 1.ચીમનભાઈ કેશુભાઈ સિદ્ધપરા, 2. ભાવનાબેન ચીમનભાઈ સિદ્ધપરા, 3. દિપીકાબેન દેવરાજભાઈ ચૌહાણ, 4. મનિષાબેન ભાવેશ ભાઈ કોટડીયા, 5. કિંજલબેન દેવચંદભાઈ ગજેરા, 6. ઝીણુ બેન ઉર્ફે ભાવનાબેન રાણાભાઈ મકવાણા,7. મીનાબેન ભરતભાઈ માળી, 8. કાંતાબેન પ્રકાશભાઈ ગોહિલ, 9. મંજુબેન મુકેશભાઈ પટેલ. આ તમામ આરોપીઓને કાપોદ્રા પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *