ભરૂચ નજીક ફિલ્મીઢબે સર્જાયો ભયંકર અકસ્માત, ત્રણ મહિલા સહિત ચારના મોત

સમગ્ર રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. અકસ્માતને કારણે ઘણાં લોકોના મોત પણ થઈ જતાં હોય છે. મોટાભાગનાં અકસ્માત તો હાઈવે પર અથવા તો માર્ગમાં જ થતાં હોય છે. અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે.

અકસ્માતની આવી જ એક ઘટનારાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. અતિભારે વરસાદને કારણે પણ રસ્તા પર ખાડા પડી જવાને લીધે કેટલીક અકસ્માતની ઘટના સામે આવી હતી. હાલમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ ભરૂચ શહેરમાંથી સામે આવી રહી છે.

ભરૂચમાં આવેલ નેત્રંગના કંબોડીયા પાસે કારનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર વૃક્ષની સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં કુલ 4 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 1 વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી છે.

કુલ 3 મહિલા સહિત 1 પુરૂષનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. માંડવી-ઝંખવાવા રોડ પર ઘટના બની હતી. નેત્રંગ પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. કાર વૃક્ષની સાથે અથડાઈ રસ્તા પરથી ઉતરી ગઈ હતી આટલું જ નહીં પણ કાર પલટી મારી ગઈ હતી.

આ કારમાં અંદર બેઠેલ કુલ 4 મુસાફરોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા. આજુબાજુના ગામવાસીઓ દોડી આવ્યા હતા પણ એમને બચાવી શકાયા ન હતા ત્યારે અકસ્મતાના સ્થળે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *