અમદાવાદ શહેરનાં શાહીબાગમાં એક પુત્રએ જ તેની પોતાની માતાને માર મારી તેની બહેનોને આ બનાવની જાણ કરી હતી. જોકે, પુત્રએ તેની માતાને મારી છે તેમ તેના પરિવારજનો કહ્યું નહિ તેમજ અકસ્માત થયો છે તેવી ખોટી કહાની કહી હતી. જોકે, હોસ્પિટલમાં સારવારમાં રહેલી માતાએ પુત્રએ જ માર માર્યો હોવાનો દાવો કરતા હકીકત બહાર આવી. તેમજ પુત્રએ જ તેની માતાની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની વાત બહાર આવતા આ મામલે બહેને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવી અને તે ફરિયાદ પર શાહીબાગ પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં આવેલાં જહાંગીરપુરામાં રહેતા પાયલબેન ભીલ તેમનાં પરિવારજનો સાથે રહે છે. પાયલબેનના પતિ સુથારીનું કામ કરે છે. પાયલબેનના પિયરમાં તે, ત્રણ બહેનો તેમજ બે ભાઈઓ છે. જેમાં પાયલબેન સૌથી મોટા છે. તેમજ તેમનો એક ભાઈ આશિષ તેની માતાની સાથે રહે છે. બે દિવસ અગાઉ સવારે પાયલબેનનાં માતા જમનાબેન તેમજ તેમનો ભાઈ આશિષ બંને સવારે તેમનાં ઘરે આવ્યા હતાં. તેઓ આખો દિવસ પાયલબેનના ઘરે રોકાયા હતા.
સાંજનાં સમયે પાયલબેનનાં માતા તેમજ તેનો ભાઈ બાઈક લઈને ઘરે દીવાબત્તી કરવા ત્રિકમદાસની ચાલી ખાતે ગયા હતા. રાતના લગભગ નવ વાગ્યાની આસપાસ તેમનાં માતા તેમજ ભાઈ બન્ને જમવા માટે પાયલબેનનાં ઘરે આવ્યા હતાં. તે સમયે તેમનાં માતા જમ્યા પણ તેમનાં ભાઈ જમ્યા નહિ. તેમજ તેમનાં ભાઈએ સિવિલ બાજુ જમી લઈશ તેવું કહી માતાને તેની બાઈક પર બેસાડી રાતનાં સમયે પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા.
રાતના 3 વાગ્યાની આજુબાજુ પાયલબેનનો ભાઈ આશિષ બાઈક લઈને પાછો પાયલબેનના ઘરે આવ્યો હતો તેમજ તેને કહ્યું કે, તેની માતાને બાઈક પર લઇ જતો હતો ત્યારે માતા પડી ગયા છે. આથી પાયલબેન તેના ભાઈની બાઇક ઉપર બેસીને ઠાકોરવીલા ગામનાં મકાન પાસે ગયા હતાં. તે સ્થળે તેમનાં માતા ફૂટપાથ પર બેઠાં હતા તેમજ તેમનાં બેનને પણ તેમને ફોન ઉપર આ બનાવની જાણ કરી હતી. તે પછી તપાસ કરી તો તેમણે માતાને ડાબા કાનમાંથી અને મોઢામાંથી લોહી નીકળતું હતું.
જે બાબત અંગે પાયલબેનની માતાએ તેમને કહ્યું કે, તેમનો પુત્ર આશિષ દ્વારા માર મારવામાં આવ્યો હતો તેમજ એ પછી રીક્ષા બોલાવી હતી. ત્યાર બાદ પાયલબેન તેની માતાને હોસ્પિટલ લઈ ગયા. તે પછી તેમની માતાને પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, તેમનાં પુત્ર આશિષએ બે કે ત્રણ વખત માર માર્યો હતો. પણ કયા કારણોસર માર માર્યો હતો તે બાબત વિશે કોઇ જાણકારી મળી નથી. તેથી આ વિશે પોલીસને જાણ કરતાં શાહીબાગ પોલીસ દ્વારા આ બાબતે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ ચાલુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle