હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી રહી છે. સુરતમાં આવેલ વેસુથી BRTS બસ લઈને નીકળેલ BRTSના ડ્રાઈવરની ચાલુ બસ દરમિયાન અચાનક તબિયત લથડ્યા પછી મોત થયું હતું. અચાનક જ તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈને સુપરવાઈઝરને જાણ કરી હતી.
સુપરવાઈઝર બસની નજીક પહોંચ્યો હતો. ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત થયું હતું. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તપાસ હાથ ધરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
અલથાણ ચાર રસ્તા પાસેની ઘટના :
વેસુ BRTS બસ ડેપો નંદિની-03 એપાર્ટમેન્ટની સામે રહેતા તથા મૂળ અમરેલીમાં આવેલ ચક્કરગઢમાં આવેલ દેવળિયા ગામના રહેવાસી અશોકભાઈ કરસનભાઈ માઘડ(ઉંમર વર્ષ 37) BRTSમાં ડ્રાઈવર તરીકે નોકરી કરી રહ્યાં હતા. શનિવારનાં રોજ સાંજે તેઓ સોમેશ્વરાથી અમેઝિયા રૂટની BRTSની બસ લઈને નીકળ્યા હતા.
બસ લઈને તેઓ VIP રોડ શ્યામ મંદિર નજીકથી અલથાણ ચાર રસ્તા બાજુ જઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક એમની તબિયત લથડી ગઈ હતી તથા છાતીમાં દુખાવો થતાં એમણે બસને રોડની બાજુમાં ઊભી કરીને સુપરવાઈઝરને જાણ કરી હતી તથા પેસેન્જરને ઉતારી બસમાં સૂઈ ગયા હતા.
સુપરવાઈઝરે જાણ કરતાં 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. જો કે, ત્યાં સુધીમાં અશોકભાઈનું મોત થઈ ગયું હતું. ઘટનાનીની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી તેમજ એમના મોત પાછળનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તપાસ હાથ ધરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
તબિયત લથડતાતાં બસ કંટ્રોલ કરી :
BRTS સેલનાં ઈન્ચાર્જ અધિકારી કમલેશ નાયકે જણાવતાં કહ્યું હતું કે, સોમેશ્વરથી અમેઝિયા રૂટની બસના ડ્રાઈવરની અચાનક તબિયત લથડતાં તેમણે બસ કંટ્રોલ કરીને સાઈડમાં લઈ લીધી હતી. ત્યારપછી ડ્રાઈવરનું મોત નીપજ્યું હતુ.
હૃદયરોગનો હુમલો થયો હોવાની સંભાવના :
પોસ્ટમોર્ટમ કરનાર CMO ડો.ચીરોંજીલાલ ઘિયાએ જણાવતાં કહ્યું હતું કે, મૃતકે મોત પહેલાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેને લીધે હાર્ટ-અટેકને લીધે મોત નિપજયું હોવાની શક્યતા લાગી રહી છે. હાલમાં મૃતકના વિસેરાનાં સેમ્પલ લીધાં છે, એનો રિપોર્ટ આવ્યા પછી મોતનું કારણ સ્પષ્ટ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle