સુરત પોલીસના અધિકારીએ દારૂ સાથે પકડેલા બુટલેગરોને કોના ઇશારે છોડ્યા? જુઓ વિડીયો

ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ હોવા છતાં અવાર-નવાર મોટા જથ્થામાં દારૂ મળી આવતો હોય છે. મોટા ભાગની ઘટનાઓમાં દારૂની હેરાફેરી સાથે પોલીસ પણ આડકતરી રીતે સંકળાયેલી હોવાના રેકોર્ડ પણ મળ્યા છે. ખુલેઆમ બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોવા છતાં પોલીસ તેને પકડવામાં હોતા નથી. ત્યારે આવી વધુ એક ઘટના સુરતના ખટોદરા વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં બુટલેગરો ખુલેઆમ ગાડી ઉપર કોથળા ભરીને દેશી દારૂની હેરફેર કરી રહી છે.

સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસની સામે જ દારૂની ખુલેઆમ હેરફેર થઈ રહી છે. જેનો એક વિડીયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બુટલેગરો ખુલેઆમ ગાડી ઉપર કોથળા ભરીને દેશી દારૂની હેરફેર કરી રહી છે. ખટોદરા પોલીસની નજર હેઠળ જ દેશી દારૂની હેરાફેરી કરતા આઠ થી દસ જેટલા યુવકો જોવા મળી રહ્યા છે. જોકે, પોલીસ દ્વારા આ યુવકોને અટકાવવામાં આવ્યા હતા. અને ત્યાર પછી બુટલેગરોએ ફોન પર કોઈની સાથે વાત કરાવી અને તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા. પંકાયેલા બુટલેગરો પોતાની હેરાફેરીની ગાડીઓને ગાડી નંબર રાખતા નથી હોતા.

આ સમગ્ર ઘટના દરમ્યાન સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ અલઠાણ ચોકડી પર ફરજ પર હાજર પોલીસ કર્મચારીએ બુટલેગરોને દેશી દારૂ ભરેલી મોપેડ સાથે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ બુટલેગરો દ્વારા પોલીસને કોઈને સાથે મોબાઈલ ઉપર વાત કરાવવામાં આવી હતી. અને ત્યાર પછી પોલીસે બુટલેગરોને રવાના કરી દીધા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે.

આ ઘટના બાદ પોલીસે લૂલો બચાવ કરતા જણાવ્યું કે, તે યુવકો દારૂ નહિ પરંતુ કપડાંના પોટલા લઈને જઈ રહ્યા હતા. ત્યારે સવાલ એ થાય કે, જો એ કપડાંના પોટલા હતા તો પછી ગાડીમાં નંબર પ્લેટ કેમ ન હતી? શું ખરેખર ખટોદરા પોલીસ બુટલેગરોની ભાગીદાર છે? પોલીસ બુટલેગરો પાસેથી કમીશન વસુલી રહી હોય તેવી રીતે બુટલેગરોને ખુલેઆમ દેશી દારૂની હેરાફેરી કરવા માટે રવાના કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ સુરતને નશામુક્ત કરવા માંગતા પોલીસ કમિશ્નર અજય તોમર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *