સુત્રોના જણાવ્યા અનુસાર, ચીનમાં કોરોના વાયરસની રસીનું એક વધુ સફળ કરવામાં આવ્યું છે.આ રસીને ‘ચાઈનીજ એકેડમી ઓફ મેડીકલ સાયનસ’ નામની પ્રયોગ્શાળામાં બનાવવામાં આવી છે. પ્રારંભિક તબક્કામાં આ રસી સલામત અને અસરકારક પરિણામો દર્શાવી રહી છે.
વૈજ્ઞાનિકો એ જણાવ્યું હતું કે, આ રસી પ્રથમ તબક્કામાં 191 સ્વસ્થ સ્વયંસેવકોને આપવામાં આવી હતી.આ બધા સ્વયંસેવકોની ઉંમર 18 થી 59 વર્ષની વચ્ચે હતી. મંગળવારે, એક વૈજ્ઞાનિક એ કહ્યું હતું કે, કોઈ પણ સ્વયંસેવક પર આ રસીની કોઈ આડઅસર થઈ નથી.
જોકે, રસી લાગુ થયા પછી આ કોરોના રસીની આડઅસરોની કેટલીક હળવી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી. સ્વયંસેવકોએને જ્યાં ઇન્જેક્શન લગાવવામાં આવ્યા હતા ત્યાં થોડી પીડા, થાક, લાલાશ, ખંજવાળ અને સોજાનો અનુભવ્ થતો હતો. આ રસી પણ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પરિક્ષણમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રસી એ અસરકારકતા, સલામતી અને પ્રતિરક્ષા ને પણ ટેકો આપે છે. આ ઉપરાંત, આગલા તબક્કાના પરીક્ષણ માટે પણ પ્રોત્સાહન આપે છે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસના રસીની રેસમાં ચીનની ઘણી બધી દવાઓ આગળ વધી રહી છે. આમાં કેન્સિનો બાયોલોજિકલ, સિનોવાક અને બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓંફ બાયોલોજિકલ દ્વારા વિકસિત રસીના પરિક્ષણ પણ પ્રથમ અને બીજા તબક્કા શામેલ છે.
જોકે, પરિક્ષણ પૂરૂ થાય તે પહેલાં જ ચીને આ રસી તેના આરોગ્ય વિભાગના કાર્યકરો અને ભારે પીડિત દર્દીઓને આપવાનું શરૂ પણ કર્રી દીધું છે.તેની સલામતી અંગે નિષ્ણાતોમાં ચિંતા પણ વધી રહી છે. હાલમાં,લગભગ ચાર ચાઇનીઝ રસીઓ પરિક્ષણના અંતિમ તબક્કામાં ચાલી રહેલ છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા એસ્ટ્રાઝેનેકા-ઓંક્સફર્ડ કંપની દ્વારા વિકસાવવામાં આવતી રસીની આડઅસરો જોવા મળી હતી.
ઓંક્સફર્ડ રસી લગાવ્યા પછી સ્વયંસેવકની અચાનક બીમાર થઈ રહયા હોવાના કારણે યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટનમાં ઘણા પરિક્ષણોને અટકવામાં આવી હતી.આના કારણે ભારતમાં પરિક્ષણ માટે ત્યાર થયેલ રસીના પરીક્ષણોમાં પણ જોવા મળી હતી. જોકે, પછી એસ્ટ્રાઝેનેકાએ દાવો કર્યો હતો કે, નવી રસીના ઉત્પાદનમાં આવી આડઅસર ઘણીવાર જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle