આ યુવતીના પગમાં એવું તો શું છે કે, તેના ફોટા જ બજારમાં વેચાય છે લાખો રૂપિયામાં…

ઇન્ટરનેટ લોકો માટે બહુ ઉપયોગી અને ફાયદાકારક છે તેમજ ઇન્ટરનેટ દ્વારા લોકો ઓનલાઇન ધંધો કરી શકે છે તેમજ તેના દ્વારા સારી આવક પણ મેળવી શકાય…

ઇન્ટરનેટ લોકો માટે બહુ ઉપયોગી અને ફાયદાકારક છે તેમજ ઇન્ટરનેટ દ્વારા લોકો ઓનલાઇન ધંધો કરી શકે છે તેમજ તેના દ્વારા સારી આવક પણ મેળવી શકાય છે. લોકડાઉનમાં અનેક લોકોએ પોતાનાં ધંધા-વ્યવસાય ગુમાવ્યા હતાં પણ તેની સામે ઘણા લોકો દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આફતને અવસરમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. અત્યારે ઇન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયા ઉપર શિક્ષકો જીમ, એક્સપર્ટ, રમકડાનાં સમીક્ષકો તેમજ ફૂડ બ્લોગર બનીને પણ ઘણા લોકો પૈસા કમાઈ છે.

covid-19ની મહામારી વચ્ચે ઇન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયા લોકો માટે પૈસા કમાવવા માટે વરદાન રૂપ બન્યું છે. ઘણા લોકો દ્વારા ઈન્ટરનેટનો વપરાશ ખાલી વીડિયો તેમજ ફોટો જોવા માટે કરવામાં આવે છે. તો ઘણા લોકો દ્વારા ઈન્ટરનેટનો યોગ્ય જગ્યા ઉપર વપરાશ કરીને સારી એવી આવક પણ મેળવવામાં આવી રહી છે. તે સમયે આજે એક એવી યુવતીની વાત કરી રહ્યા છીએ કે, તે યુવતીએ ઇન્ટરનેટનો વપરાશ કરીને સોશિયલ મીડિયા ઉપર ખાલી પોતાનાં પગનાં ફોટો અપલોડ કરીને ઇન્ટરનેટને પૈસા કમાવવા માટેનું સાધન બનાવ્યુ છે. આ યુવતી દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોતાનાં પગનાં ફોટો શેર કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

સોશિયલ મીડિયા ઉપર પોતાનાં પગનાં ફોટો શેર કરીને પૈસા કમાતી આ યુવતીનું નામ જ્યોર્જિયા છે તેમજ આ યુવતી 23 વર્ષીય ઉંમરની છે. આ યુવતી એક રિસેપ્શનિસ્ટ તેમજ મોડેલ છે. આ યુવતીને એક દિવસ સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા પૈસા કમાવાનો વિચાર આવ્યો હતો તેમજ એ પછી તેને તે વિચારોનો અમલ કરીને સોશિયલ મિડીયા ઉપર તેનાં પગનો ફોટો અપલોડ કરવાનું ચાલુ કર્યુ હતું. લોકો આ યુવતીના પગનાં ફોટાને પસંદ કરવા લાગ્યા તેમજ પગનાં ફોટા આ વર્ષીય જ્યોર્જિયા માટે પૈસા કમાવવાનું હથીયાર બની ગયું.

રિપોર્ટ મુજબ જૂન માસમાં આ યુવતીએ તેનું માત્ર એક જ પેજ બનાવ્યું હતું તેમજ આ પેજ પર હાલ 45,000 કરતાં વધારે લોકો તેના ફોલોવર્સ છે. આ યુવતી પોતાનાં પગનાં ફોટા વેચીને પ્રતિ સપ્તાહ 43,000 રૂપિયા કમાઈ છે તેમજ જ્યોર્જિયાની માસિક આવક 1,70,000થી પણ વધારે છે.

આ યુવતી દ્વારા પોતાની નવી નોકરી વિશે જણાવવામાં આવ્યું હતું કે, મેં નક્કી કર્યું હતું કે, આ નોકરી મારા માટે આ મનોરંજનની સાથે સાથે શોખનું તેમજ આવકનું હથિયાર પણ બનશે. મને એ પણ આશા હતી કે, આ નોકરીથી મને કેટલી આવક થશે. હું હંમેશા એક મોડેલ બનવાની ઈચ્છતી હતી પણ મને બહાર નીકળવાથી ડર લાગતો હતો. મેં સોશિયલ મીડિયા ઉપર નગ્ન કે અશ્લીલ સામગ્રીનાં બદલે મારા પોતાનાં પગનાં ફોટા અપલોડ કરવાનું ચાલુ કર્યુ હતું. લોકો પણ મારા પગના ફોટાને પસંદ કરવા લાગ્યા છે. લોકો મારા પગનાં ફોટાને પસંદ કરતા હોવાના લીધે મને પૈસા પણ મળે છે. આ રીતે હું ઘરે બેઠા જ કમાણી કરી રહી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *