દેશમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તેમજ માનસિક અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો જ થઈ રહ્યો ચે. થોડા દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસમાં એક યુવતીની સાથે કુલ 4 નરાધમોએ દુષ્કર્મ આચરીને એની જીભ કાપી નાંખી હતી.
હાલમાં સમગ્ર દેશમાં આ ઘટનાને લઈ ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. હાલમાં દેશમાં સ્ત્રીઓ સુરક્ષિત રહી નથી. ગુજરાતમાંથી પણ આવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર તો પિતા-પુત્રી જેવા પવિત્ર સંબંધને કલંક લગાડે એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં પિતાએ જ પોતાની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોય.
આની સાથે જ કેટલીકવાર યુવતીને નોકરીની લાલચ આપીને એની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી ચે.
સુરત શહેરમાં આવેલ કતારગામ વિસ્તારમાં લોન-ફાયનાન્સની ઓફિસમાં નોકરી માટે ગયેલ યુવતીને યુવકે જણાવ્યું કે, તું મારી સાથે શારીરિક સંબંધ બાંધશે તો હું તને જેટલા રૂપિયાની જરૂર હશે એટલા રૂપિયા આપીશ. આ કેસમાં યુવતી દલિત હોવાને લીધે છેડતી તથા એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ડભોલીમાં રહેતી મોહિની( નામ બદલી નાંખવામાં આવ્યું છે.) નોકરી માટે આરોપી અંકિત ઉર્ફ અશોક ચોટલીયા ગોતાલાવાડીની ઓફિસે ગઈ હતી ત્યારે અંકિતે મોહિનીને કહ્યું હતું કે, તારે મારી ઓફિસ પણ સંભાળવી પડશે.
અંકિતે તેણીને આગળ જણાવ્યું હતું કે, મારી સાથે શારીરિક સંબંધ બાંધશે તો હું તને જેટલા રૂપિયાની જરૂર હશે એટલા આપીશ. મોહિનીએ અંકિતને જણાવ્યું કે, તે નોકરી માટે આવી છે ત્યારે અંકિતે મોહિનીનો જાતિ પરથી અપમાન કર્યું હતું.
આ બાબતે મોહિનીએ પરિવારજનોને અંકિતની આ હરકત વિશે જણાવ્યું હતું. ત્યારપછી મોહિનીએ બીજા દિવસે જ કતારગામ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનમાં અંકિતની વિરુદ્ધ છેડતી તથા એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા અંકિતને ડિટેઇન કરી લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle