COVID-19ની મહામારીમાં લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં એક બાજુ COVID-19ના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. તો બીજી બાજુ ગરીબ લોકો પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવવા માટે નવા-નવા ધંધા ચાલુ કરી રહ્યા છે. તે સમયે COVID-19ની મહામારીમાં બેરોજગાર બનેલા એક એન્જિનિયર યુવકે તેનાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે સુરત શહેરમાં આલુપુરીની લારી ચાલુ કરી છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, યુવક તેમજ તેમની પત્ની બંને શિક્ષિત છે તેમજ તેને COVID-19નાં કપરા કાળમાં કઈ પણ નોકરી ન મળતા આલુપુરીનો બિઝનેસ ચાલુ કરવો પડ્યો.
સુરત શહેરમાં આલુપુરીનો ધંધો ચાલુ કર્યો છે તે યુવકે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો છે તેમજ અભ્યાસ પૂરો કર્યા પછી તે શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પણ COVID-19ની મહામારીમાં નોકરી જતા તેણે સુરત શહેરનાં ઉધના વિસ્તારમાં આલુપુરીની લારી ચાલુ કરવી પડી. એન્જિનિયર હોવા છતાં પણ તેણે આલુપુરીનો બિઝનેસ ચાલુ કર્યો હોવાથી તે યુવકે આલુપુરીની લારીનું નામ પણ એન્જિનિયર આલુપુરી રાખ્યું છે.
આ યુવકે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, 2019માં સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. એ પછી મારા બેકમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો. જેનાં લીધે હું વધુ કામ કરી શકતો ન હતો પણ મેં એક જગ્યા ઉપર બેસીને કામ થાય તેવું કામનો વિચાર કર્યો તેમજ ટીચિંગનો વ્યવસાય ચાલુ કર્યો પણ ટીચિંગનાં વ્યવસાયનાં અમુક સમયમાં જ COVID-19નું લોકડાઉન આવ્યું. જેનાં લીધે મારે મારી જોબ છોડવી પડી. ત્યાર બાદ હું તેમજ મારી પત્ની સુરત શહેરમાં રહેવા આવ્યા. તે પછી અમે ઘણી જોબની શોધ કરી પણ અમને કોઈ પણ જગ્યાએ જોબ ન મળતાં અમે એવો વિચાર કર્યો કે, જે જોબ મળે એ કરવા અમે તૈયાર છીએ. તેમ છતાં અમને કોઈ પ્રકારની જોબ નહિ મળી. મને એક જગ્યા ઉપર જોબ મળી હતી પણ એ જોબ ઘરથી બહુ દૂર મળી હતી તેથી મેં તે જોબ સ્વીકારી નહીં. અને આ જોબમાં સેલેરી પણ સાવ ઓછી હતી.
હું અને મારી પત્ની સાથે ઘરે બેઠો હતો ત્યારે અમારા બન્ને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે, આપણને જોબ મળતી નથી તેથી કંઈક નવો ધંધો કરવો પડશે. જેથી અમે વિચાર કર્યો કે, કંઈક ને કઈ બિઝનેસ દિવાળી સુધી કરીએ તેમજ ત્યાર બાદ દિવાળી પછી માર્કેટ ખુલશે એટલે પાછી જોબ ચાલુ કરી દઈશું. તેથી દિવાળી સુધી બિઝનેસ કરવા માટે આલુપુરીનું વેચાણ ચાલુ કર્યું. કેમ કે, આ સમયમાં ઘર ચલાવવું મારા માટે બહુ જ અગત્યનું હતું. મારી પત્નીએ પણ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે પણ તેનું પણ મારા જેવું જ છે. મારી પત્ની પણ અગાઉ શિક્ષક હતી પણ લોકડાઉનનાં લીધે જોબ છુટી ગઈ તેમજ ત્યાર બાદ અમે સુરત શહેર આવી ગયા તેમજ એ પછી અમે બંને એકસાથે જોબ શોધતા હતા પણ જોબ મળી નહિ તેમજ છેવટે અમે અનલોકમાં આલુપુરીનો ધંધો ચાલુ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle