ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. રાજ્યમાં આવેલ બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ડીસાનાં બનાસ નદીના પુલ પર ટ્રેક્ટર તથા ટ્રેલરની વચ્ચે સર્જાયેલ ભયંકર અકસ્માતમાં કુલ 2 લોકોના મોત થયા છે. જ્યારે કુલ ૩ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
ડીસા પાસેથી પસાર થઈ રહેલ બનાસ નદીનો પુલ આજે ફરી એક વખત રક્ત રંજિત થયો છે. માલગઢમાં આવેલ રામબાપુ ગૌશાળાના કર્મચારીઓ ગૌશાળાથી ટ્રેક્ટર લઈને ભાખર ગામમાં ઘાસચારો લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન બનાસ નદીનાં પુલ પરથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ એક ટ્રેલરે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર ઊંધું પડી ગયું હતું.
આ અકસ્માતમાં કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે બીજા કુલ ૩ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા એમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કાંતિભાઈ માલી તથા શિવાજી રબારી એમ કુલ 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા.
જ્યારે પરેશ માળી, ભગવાન રબારી સહિત બીજા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા એમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બનતા બનાસ નદીના પુલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતા. ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને ડીસામાં આવેલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં હતા તથા ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, શનિવારે પણ ડીસા પાસે રોડ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ડીસા નજીક કુલ 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર મોત નીપજતાં હોબાળો મચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle