હાથરસની ઘટના બાદ સૌરાષ્ટ્રની દીકરીઓએ માંગ્યું બંદૂકનું લાયસન્સ, સરકારને કહ્યું: તમારાથી કંઈ ન થાય તો, અમે જાતે અમારું રક્ષણ કરીશું’

ગત દિવસોમાં થોડા સમય પહેલા જ હાથરસની ઘટના સામે આવી હતી. જેના કારણે હાલમાં સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની દીકરીઓએ કલેક્ટર પાસે ગનના લાયસન્સ માંગ્યા હોવાની વાત સામે આવી છે. સૌરાષ્ટ્રભરની 100 જેટલી દીકરીઓએ ગન માટે કલેક્ટર કચેરીમાં અરજી કરી છે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગરની યુવતીઓએ ગનની અરજી કરી છે.

કલેક્ટરને આવેદન પત્ર

સૌરાષ્ટ્રની દીકરીઓએ પોતાના સંરક્ષણ માટે બંદૂકનું લાયસન્સ આપવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. યુવતીઓએ કલેક્ટર કચેરીએ જણાવ્યું હતું કે, એક ફોન કરવાથી ટીમ મહિલાઓની મદદે આવશે તેવા સરકારના વાયદા પોકળ ઠર્યા છે. અમારે જ અમારી રક્ષા કરવી પડશે. અમારે જ આરોપીઓને હવે સજા આપવી પડશે, તેવી રાજકોટ કલેકટર સામે એક સાથે 100 જેટલી યુવતીઓએ ગઈકાલના રોજ રજૂઆત કરી છે.

14 વર્ષની કિશોરી કરી રહી છે નેતૃર્ત્વ

સરકાર દ્વારા કરવામાં આવેલ દાવા હવે ખોટા સાબિત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ કલેકટર સમક્ષ 100 જેટલી યુવતીઓએ રેપિસ્ટો સામે સ્વરક્ષણ માટે બંદુકના લાયસન્સ આપવા રજૂઆત કરી છે. મહિલાઓની રક્ષા માટે બનાવવામાં આવેલ રોમિયો સ્કવોડ માત્ર નામની હોય તેમ તેનાથી ગેંન્ગ રેપ અટકતા નથી તેવું રજૂઆતમાં જણાવેલ છે.

હાલમાં સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. તેમ છતાં બીજી બાજુ મોટા પ્રમાણમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ.

આ કિશોરીએ સ્પષ્ટ કહી દીધું, મને કાયદાના પાઠ ન ભણાવશો.

અત્રે ઉલેખનીય છે કે, સરકાર દ્વારા એક ફોન કરવાથી ટીમ મહિલાઓની મદદે આવી જશે તેવા વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થઈ રહ્યા છે ત્યારે અમારે જ અમારી રક્ષા કરવી પડશે અને સજા પણ અમારે જ આપવી પડશે તેવી 100 જેટલી યુવતીઓએ રાજકોટ કલેકટર સમક્ષ  રજૂઆત કરવામાં આવી હતી. તેમને વધુમાં જણાવતા કહ્યું કે, આ રીતે મહિલાઓ સાથે અત્યાચાર થતા જ રહેશે તો મહિલાઓને નાછુટકે બંદૂક હાથમાં લેવા સિવાય છુટકો નથી તેથી બંદૂકના લાયસન્સ આપવા માટે માંગણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *