થોડા જ સમયમાં પેટાચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં આવેલ મોરબી શહેરમાં પેટાચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાઈ ગયું છે. પેટાચૂંટણીમાં ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરે એની પહેલા મોટી ઉલટસૂલટ જોવાં મળી રહી છે.
મોરબીની સીટ પર કોંગ્રેસની ટિકીટ માટેના પ્રબળ દાવેદાર કિશોર ચિખલીયાનું નામ ન આવતાં તેઓ પાર્ટીથી નારાજ થઈને ચાલી રહ્યા છે. કોંગ્રેસ જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયા હાલમાં કોંગ્રેસની સાથે છેડો ફાડીને કાર્યકર્તાઓની સાથે ભાજપમાં જોડાઈ ગયાં છે. પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.
તેઓએ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આજે કોંગ્રેસ જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયાએ પાર્ટીના નેતાઓ પર મોટો આક્ષેપ લગાવીને પોતાનું એક નિવેદન આપ્યું છે. ચીખલીયાએ લલિત કગથરા પર ટિકીટ વેચવાનો આક્ષેપ લગાવતાં હોબાળો મચી જવા પામ્યો છે.
ચીખલીયાના આક્ષેપ પર લલિત કગથરાએ પણ પોતાનું મૌન તોડીને એક નિવેદન આપ્યું છે. લલિત કગથરાએ કહ્યું હતું કે, પક્ષ પ્રત્યેના વલણને કારણે એમની ટિકીટ કપાઈ હોય તેવું મને જણાઈ રહ્યું છે. જયંતિભાઈને પક્ષે વફાદારીનું ઈનામ આપ્યું છે. પક્ષ પલટુઓ સામે જનતામાં રોષ પથરાયેલો છે. ટિકીટ ન મળતા ચીખલીયા ભાજપમાં જોડાઈ ગયાં છે.
કિશોર ચીખલીયાના આરોપની વિરુદ્ધ લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં એમણે વિસ્તૃત રીતે જણાવતાં કહ્યું હતું કે, કોઈ ક્યારેય કોઈની ટિકીટ કાપી શકતું નથી. જયંતીભાઈને પક્ષે વફાદારીનું ઇનામ આપ્યું છે. પક્ષ પ્રત્યેના વલણને કારણે એમની ટીકીટ કપાઈ હોઈ શકે. પક્ષ પલટુઓની સામે લોકોમાં ઉગ્ર રોષ દેખાઈ રહ્યો છે. એમણે મોરબી સહિત બધી એટલે કે કુલ 8 બેઠકો પર કોંગ્રેસ જ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle