પ્રધાનમંત્રી મોદીએ કેબિનેટ મીટીંગમાં કર્યા આ ચાર મોટા નિર્ણયો, પેટ્રોલના ભાવમાં થઇ શકે છે ઘટાડો

PM મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક તેમજ CCIA એટલે કે આર્થિક મામલોની સમિતિની બેઠક થઇ. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. રાષ્ટ્રિય…

PM મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક તેમજ CCIA એટલે કે આર્થિક મામલોની સમિતિની બેઠક થઇ. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે.

રાષ્ટ્રિય શિક્ષણ નીતિ
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ નવા ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટસ ફોર સ્ટેટસ (#STARS) કાર્યક્રમને મંજૂરી આપી છે. તેને 6 રાજ્યમાં વર્લ્ડ બેંકની મદદથી ચલાવામાં આવશે. આ રાજ્ય હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને ઓડિશા છે. આ કાર્યક્રમ હેઠળ 5718 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ કાર્યક્રમનો અમલ કેન્દ્ર સરકારના સ્કૂલી શિક્ષા અને સાક્ષરતા વિભાગ દ્વારા નવા કેન્દ્ર પોષિત કાર્યક્રમ તરીકે રીતે થશે. આ નિર્ણથી રાજ્યોની વચ્ચે સહયોગ વધશે, શિક્ષકોનું પ્રશિક્ષણ થશે અને પરીક્ષામાં સુધાર થવાની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાઓમાં ભારત તૈયારીઓની સાથે ભાગ લઇ શકશે.

સસ્તા ભાવે પેટ્રોલ ઉપલબ્ધ કરાવવા માટે
બુધવારનાં રોજ ભારત સરકાર દ્વારા સસ્તા ભાવે ઓઇલ ઉપર કુલ રૂપિયા 3,874 કરોડનાં ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારત દેશમાં કાચ્ચુ તેલનું સંગ્રહ વધતાં તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પર થાય છે. જો કાચુ તેલ સસ્તુ થાય છે તો ભારત દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પણ ઘટાડો થાય છે, જેનાં લીધે આમ જનતાને પણ ઘણો ફાયદો થશે. જાવડેકરે આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે ભારત દેશમાં રણનીતિક ભંડારમાં રાખેલાં તેલનો વેપાર કરવા માટે અબૂ ધાબી નેશનલ ઓઇલ કંપનીને મંજૂરી આપવામાં આવી છે.

જમ્મૂ-કાશ્મીર તેમજ લદ્દાખ માટે મહત્વનો પેકેજ
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા જણાવવામાં આવ્યું કે, કેબિનેટ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન દીનદયાલ અંત્યોદય યોજના મુજબ કુલ રૂપિયા 529 કરોડનું મહત્વના પેકેજને મંજૂરી આપવામાં આવી છે. જાવડેકર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારત દેશનાં દરેક ગ્રામીણ વિસ્તારોમાં દીન દયાલ અંત્યોદય રાષ્ટ્રીય આજીવિકા મિશન યોજના ચાલી રહી છે. ગ્રામીણ કાશ્મીર, લદ્દાખ તેમજ જમ્મૂમાં રહેનારા 2/3 લોક આ યોજનામાં સમાવેશ થશે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા જમ્મૂ-કાશ્મીર તેમજ લદ્દાખમાં 520 કરોડ રૂપિયાનાં મહત્વના પેકેજ ઉપર મહોર લગાવી છે. આ 5 વર્ષ માટે રહેશે. આ પેકેજનો ફાયદો કુલ 10,58,000 જેટલા પરિવારોને થશે.

ADNOC મોડલનાં સંશોધનને મંજૂરી
મંત્રીમંડળનાં નાગરનાર સ્ટીલ પ્લાન્ટને રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ લિમિટેડથી અલગ કરવા અને આખી સરકારી વીભાગને વેંહચીને જુદી થનારી કંપનીનાં ઇન્વેસ્ટરમેન્ટને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટ દ્વારા ભારતીય સામરિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડને અત્યારનાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારનાં વાણિજ્યિક વ્યવહારિતાને વધારવા માટે ADNOC મોડલનાં સંશોધનને મંજૂરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *