કોંગ્રેસનાં વિશ્વાસપાત્ર સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2021નાં જાન્યુઆરી મહિનામાં કોંગ્રેસ પક્ષને નવા અધ્યક્ષ મળી જશે. ઉલ્લેખનીય છે કે, આ સૂત્રે એવો દાવો પણ કર્યો હતો કે, પક્ષની કારોબારી સમિતિની ચૂંટણી પણ કરવામાં આવશે જેનાં લીધે કોઇને આ બાબતમાં ફરિયાદ ન રહે. નોંધનીય છે કે, હાલ જે રીતે તૈયારી ચાલી હતી એ કાર્યક્રમ અનુસાર બધું આગળ વધશે તો કારોબારી સમિતિની ચૂંટણી પણ 1 માસમાં જ કરી લેવામાં આવશે. વર્ષ 2021નાં જાન્યુઆરી મહિનામાં કોંગ્રેસ પક્ષને નવાં અધ્યક્ષ મળી જશે…
કારોબારી સમિતિની ચૂંટણી પણ 1 માસમાં કરવામાં આવશે…
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષમાં છેવટે વર્ષ 1997માં કારોબારી સમિતિની ચૂંટણી થઇ હતી જ્યારે સીતારામ કેસરી પક્ષ પ્રમુખ હતાં. પક્ષનાં કુલ 1200 સભ્યો કારોબારી સમિતિનાં સભ્યોની ચૂંટણી કરશે. અમુક સમય અગાઉ શશી થરુર, કપિલ સિબલ, ગુલામ નબી આઝાદ વગેરે 23 જેટલા નેતાઓ દ્વારા સોનિયા ગાંધીને પત્ર લખીને જે ફરિયાદો કરવામાં આવી હતી તેમાં પક્ષને કાયમી પ્રમુખ તેમજ ચૂંટાયેલી કારોબારી સમિતિ આપવાની માંગણીને પણ સામેલ થઇ હતી.
પક્ષનાં કુલ 1200 સભ્યો કારોબારી સમિતિનાં સભ્યોની ચૂંટણી કરશે…
આ પત્રમાં એવો પણ ઉલ્લેખ હતો કે, વર્ષ 2014 બાદ આ પક્ષ કોઇ પણ મોટી ચૂંટણીમાં વિજેતા નથી થયો. ઊલટું પક્ષ રોજને રોજ તેની શાખ ગુમાવી રહ્યો હતો. આ પક્ષને કાયમી પ્રમખની તાતી જરૂર હતી. પત્ર લેખકોમાં 5 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, કોંગ્રેસ કારોબારીનાં ઘણા સભ્યો, ઘણા વર્તમાન સાંસદો તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો સામેલ થયા હતા. આ સૂત્ર દ્વારા જણાવ્યા અનુસાર નવેંબર મહિનાનાં અંત સુધીમાં ચૂંટણીનાં કાર્યક્રમની વિગત જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle