આ છે તે શહેરોના નામ, જ્યાં 20 એપ્રિલના રોજ ખૂલી શકે છે lockdown

આખા ભારતદેશમાં lockdown 3 મે સુધી વધારવામાં આવ્યું છે.પીએમ મોદીએ પોતાના ભાષણમાં એક વાત કરી હતી કે કેટલાક ભાગોમાં 20 એપ્રિલ બાદ ઢીલ આપવામાં આવી…

આખા ભારતદેશમાં lockdown 3 મે સુધી વધારવામાં આવ્યું છે.પીએમ મોદીએ પોતાના ભાષણમાં એક વાત કરી હતી કે કેટલાક ભાગોમાં 20 એપ્રિલ બાદ ઢીલ આપવામાં આવી શકે છે.પરંતુ પ્રધાનમંત્રીએ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે તેમાં કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. પ્રધાનમંત્રી અનુસાર ૨૦ એપ્રિલ સુધી દરેક વિસ્તાર અને રાજ્યને વધારે બારીકીથી નિરીક્ષણ કરવામાં આવશે. એક અઠવાડિયા સુધી વધારે સખત હશે. ત્યાં lockdown કેટલું પાલન કરવામાં આવ્યું છે તેણે કોરોના થી પોતાની જાત ને કેટલી બચાવી છે તેની સમીક્ષા કરવામાં આવશે. જે ક્ષેત્રો પોતાને ત્યાં hotspot નહીં વધવા દે ત્યાં પર ૨૦ એપ્રિલથી કેટલી આવશ્યક સેવાઓ માટે પરવાનગી અને છૂટ આપવામાં આવી શકે છે.

તેને લઇને બુધવારે એક વિસ્તૃત ગાઈડલાઇન જાહેર કરવામાં આવશે.એવામાં જણાવાઈ રહ્યું છે કે જે શહેરો કે જિલ્લામાં પૌંઆના વધારે કેસ નહીં રહે ત્યાં lockdown માં છૂટ આપવામાં આવશે.તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આવા શહેરોનું એક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં છેલ્લા થોડા દિવસોમાં આ મામલા સામે આવ્યા નથી.એવું માનવામાં આવી રહ્યું છે કે જો તે જિલ્લાઓમાં આગળ પણ આવી જ પરિસ્થિતિ રહે છે તો તેમને lockdown માંથી છૂટ મળશે.

ગોંદિયા- મહારાષ્ટ્ર, રાજાનંદગામ, દુર્ગ અને વિલાસપુર-છત્તીસગઢ, દેવનાગરી, ઉડુપી, તુમકોરી અને કોદગુ -કર્ણાટક, વાયનાડ,કોટ્ટાયમ -કેરળ, વેસ્ટ ઇમ્ફાલ -મણિપુર, સાઉથ ગોવા, રાજોરી, પ્રતાપ ગઢ, નગર પંજાબ, પટણા, નાલંદા, રોહતક, પાણીપત, સીરસા વગેરે શહેરોમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાનાં નવા કેસ સામે નથી આવ્યા.એટલા માટે એવું માનવામાં આવે છે કે ૨૦મીથી આવા શહેરોમાં મહદંશે lockdown માં છૂટછાટ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *