અમદાવાદ શહેરનાં નિકોલ પોલીસ સ્ટેશનમાં શારદાબહેન હોસ્પિટલનાં ડોક્ટરે એક દંપતી સામે FIR નોંધાવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, એક બાળકીને સિંગરવા ખાતે આરોગ્ય કેન્દ્રમાં જન્મ આપી માતા તેનાં પતિ સાથે શારદાબહેન હોસ્પિટલ આવી હતી. બાળકી અધુરા મહિને તેમજ ઓછાં વજન સાથે જન્મી હોવાનાં લીધે તેને આ હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી. પરંતુ એ પછી બાળકી સાથે રહેવાનું કહ્યું હોવા છતાં પણ બન્ને માતા-પિતા 2-2 દિવસે આવતા હતા. આમાં બાળકીને વેન્ટિલેટર ઉપર રાખતા તેનું સારવારમાં મૃત્યુ થયું હતું. એ પછી બાળકીનાં માતા-પિતાને જાણ કરવામાં આવતા તેઓ ફોન બંઘ કરીને બેસી જતાં છેવટે ડોક્ટરે આ બાબતે FIR નોંધાવતા પોલીસે તપાસ ચાલુ કરી છે.
અમદાવાદ શહેરની શારદાબેન હોસ્પિટલમાં NICUમાં ડોક્ટરની ફરજ બજાવતા હેલિબહેન મહેતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. તેઓ દ્વારા આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં તેઓ તેમનાં વોર્ડમાં ફરજ ઉપર ઉપસ્થિત હતાં ત્યારે પ્રિયંકા કમલભાઈ ધહમ નામની એક મહિલા ત્યાં આવી હતી.
આ મહિલા અમદાવાદનાં ઇન્ડિયા કોલોનીની બાજુમાં નિકોલ ખાતે રહેતી હતી તેમજ તેમની પ્રસૂતિ સિંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિભાગે થઈ હતી. તેણે જે બાળકીને જન્મ આપ્યો તેનો જન્મ અધૂરા મહિને થયો હોવાના લીધે તેનું વજન જરૂરિયાતથી ઓછું હોવાથી સિંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિભાગે ફરજ બજાવતા ડોકટરોએ અપૂરતા સાધનોનાં લીધે વધારે સારવાર માટે આ બાળકીને 108 મારફતે શારદાબેન હોસ્પિટલ મોકલી આપી હતી. પ્રિયંકા બહેન તેમજ તેમનાં પતિ કમલભાઈ આ બાળકીને લઇને સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા.
એ પછી તેઓ દ્વારા N.I.C.U વોર્ડમાં તેમની બેબીને દાખલ કરવામાં આવી હતી. તેમજ સાથે જ રહેવાનું જણાવવા છતાં પણ તેઓ 2 દિવસે આવતાં હતાં તેમજ આ વખતે આ બેબીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી. આ બાળકીની સારવાર શરુ હતી તે સમયે સારવારમાં 15 તારીખનાં રોજ ડોક્ટરે તપાસ કરતાં આ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બાબતની બાળકીનાં માતા-પિતાને આ વિશે જાણ કરવા છતાં તેઓ આવ્યા નહોતા તેમજ ફોન સ્વીચ ઓફ કરી બેસી ગયા હતા. જેનાં લીધે આ વિશે ડોક્ટરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle