ચીન દ્વારા હાલમાં જ શોધવામાં આવી છે કોરોનાની વેક્સીન કે, જે સારા પરિણામ આપી રહી છે. આ વેક્સીનના એન્ટીબોડી પર સારા લક્ષણ જોવા મળે છે. ગુરુવારના રોજ “ધલૈસેટ ઇન્ફે ક્શિયન ડીસીઝ જર્નલ” માં આ બાબતે એક લેખ પણ આપવામાં આવ્યો હતો. વેક્સીનનું આ પરિણામ એક નાના ક્લિનીકલ પ્રયોગનો શરૂઆતના શરણનો એક ભાગ છે, જે નિષ્કિય કરેલા બધા જ SARS-CoV-2 વાયરસ પર આધારિત છે.
આ વેક્સીન કેન્ડીડેટના ટ્રાયલની શરૂઆત ૨૯ એપ્રિલ થી ૩૦ જુલઈની વચ્ચે કરવામાં આવી હતી. આ વેક્સીનની શોધમાં “બિંજીગ બયોલોગીકલ પ્રોડક્ટ” જેવી મોટી સંસ્થાએ પણ ભાગ લીધો હતો. એક રીપોટ અનુસાર, આ વેક્સીનના શરુઆતના ટેસ્ટીંગમાં ૪૨ વોલેનટીયર્સમાં ખુબ જ સારા પરિણામ આવ્યા હતા.
ધ લૈસેટ ઇન્ફે ક્શિયન ડીસીઝ જર્નલના અંદાજ પ્રમાણે આ વેક્સીન માત્ર સારા પરિણામ આપતી અને પ્રભાવશાળી છે એટલુ જ નહિ, પરંતુ આખા ટ્રાયલમાં અને ટ્રાયલ પૂર્ણ થયા પછી પણ કોઈ પણ વોલેનટીયર્સ આ વેક્સીન ની આડઅસર જોવા નથી મળી.આ ટ્રાયલ માં ૧૮ વર્ષથી લઈને ૮૦ વર્ષની ઉમરના કુલ ૬૦૦ લોકો શામિલ થયા હતા.
એક ચાઇનીઝ સંસ્થાના કહેવા મુજબ આ વેક્સીનની ટ્રાયલ પહેલો હેતુ એ હતો કે આ વેક્સીનનો માનવીય શરીરની સુરક્ષા અને ઈમ્યુંનીટી પર શું અસર પડે છે. જોકે આ વેક્સીન કોરોનના દર્દીઓં ને બચાવવા પર્યાપ્ત છે, પણ આ વિષય પર સ્પષ્ટ કહી ન શકીએ. શોધકર્તાના મંતવ્ય પ્રમાણે, વેક્સીનની ટ્રાયલ ના પહેલા ચરણના આંકડા આખરી ચરણ ના આંકડા સાથે ખુબ જ મળતા આવે છે.
જાણવા મળ્યું છે કે ચીનની પાસે આખરી સ્ટેજની આવી જ ચાર વેક્સીન હાજારમાં પડી છે. જેમાંથી ત્રણ વેક્સીનને જુલાઈમાં આવેલ આપાત્કાલીન સ્થિતિના લીધે જરુરમંદ લોકોમાં વહેચવામાં આવી હતી. આ જાણકારી WHO ની પાસે પણ હતી, WHOના મુજબ વેક્સીનની ટ્રાયલ દરમિયાન આ વેક્સીનની સાથે સાથે બીજી લગભગ ૪૦ વેક્સીન પર પણ કામ શરુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle