આ દિગ્ગજ અભિનેતાની સાથે લગ્ન કરવાં માંગે છે સારા અલી ખાન, પરંતુ પિતા સૈફ અલી ખાને મૂકી આ શરત…

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ખુબ ઓછાં સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. દર્શકોને ફિલ્મોમાં એનું કામ ખૂબ જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર પણ એ ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે પરંતુ ડ્રગ્સ કેસમાં નામ આવતાની સાથે જ એ થોડા સમયથી સોશિયલ મીડિયાથી દૂર રહેલી છે.

લાખો લોકો એનાં ફેન્સ છે પરંતુ શું તમે જાણો છો કે, સારા કોની પાછળ પાગલ છે. સારા અલી ખાને એક શોમાં ચોંકાવનાર ખુલાસો કર્યો હતો. આ શોમાં સારા એના પિતા સૈફને કહેતી જોવા મળી રહી છે કે, તે રણબીર કપૂરની સાથે લગ્ન કરવા માંગે છે તથા કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા માંગે છે.

સારાં થોડા સમય પહેલાં કોફી વિથ કરણ શોમાં ગઈ હતી. સારાએ શોમાં એની પર્સનલ તથા પ્રોફેશનલ લાઈફથી જોડાયેલ ઘણાં રાઝ શેર કર્યા હતા. શોમાં કરણે જ્યારે સારાને એક પર્સનલ પ્રશ્ન કર્યો તો સારાએ ખુબ હિંમતથી એનો ઉત્તર આપ્યો હતો.

રણબીર કપૂરની સાથે લગ્ન કરવા માંગે છે :
સારાએ જણાવ્યું કે, એની સાવકી માતા કરીનાનાં ભાઈ રણબીર કપૂરની સાથે લગ્ન કરવા માંગે છે. એણે વધુમાં જણાવતાં કહ્યું કે, એ રણબીરને ડેટ કરવા માંગતી નથી પણ લગ્ન કરવા માંગે છે. આની પર જ્યારે કરણે સારાને પૂછ્યું કે, એ કોની સાથે ડેટ પર જવા માંગે છે ત્યારે એણે કાર્તિક આર્યનનું નામ લીધું હતું.

છોકરો અમીર હોવો જોઈએ :
આ દરમિયાન કરણ જોહરે સૈફ અલી ખાનને પૂછ્યું હતું કે, એ સારાના બોયફ્રેન્ડને શું પ્રશ્નો પૂછશે, તો એણે જણાવ્યું કે, હું એને રાજકીય દ્રષ્ટિકોણ તથા ડ્રગ્સ વિશે પ્રશ્નો પૂછીશ. જો કે, અમને કોઈ સમસ્યા નથી કે, સારા એના પસંદગીના છોકરાની સાથે લગ્ન કરી રહી છે. સૈફે જણાવતાં કહ્યું હતું કે, જો કોઈ છોકરો મારી દીકરીની સાથે લગ્ન કરવા માંગે છે, તો એની પાસે રૂપિયા હોવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *