જયપુર શહેરના શિપ્રપથ વિસ્તારમાં શનિવારે બપોરે ‘રિકો ઇન્ડસ્ટ્રીયલ’ વિસ્તારમાં સ્થિત ICICI બેંકની બહાર સવારમાં કારમાં રહેલા લૂંટારાઓએ ગોળીબાર કરીને બેફામ 31.5 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. આ રકમ બે પેટીમાં ભરી દેવામાં આવી હતી. પૂરી સુરક્ષા સાથે ICICI બેંકની વાન રોકડ રકમ સાથે એક શાખાએ થી બીજી શાખામાં જઇ રહી હતી ત્યારે બપોરે 2 વાગ્યે આ ઘટના બની હતી.
ગોળીબાર દરમિયાન સિક્યુરિટી ગાર્ડ કમલસિંહ ગુર્જરને ગોળી વાગી હતી, ત્યારબાદ લુટારાઓએ બીજા કર્મચારી ભીમસિંહ પર પણ હુમલો કર્યો હતો. જેને લીધે ઇજાગ્રસ્ત સુરક્ષાકર્મીઓંને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ લૂંટની આખી ઘટના દિવસ દરમિયાન માત્ર 1 મિનિટમાં જ બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર અજયપાલ લાંબા, ડીસીપી મનોજકુમાર ચૌધરી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે. આ સમય દરમિયાન, પોલીસને લૂંટારુઓની કાર શહેરના અભેરા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની બહાર મળી આવી હતી. તેમાં લૂંટેલા રૂપિયા અને સિક્યુરિટી ગાર્ડની રાઇફલ પણ મળી આવી હતી.
આ કારમાં ટેક્સી નંબર લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. પેટીમાં રહેલ પૈસા કપડાની થેલીમાં ભરીને ફરાર થઈ ગયા હતા. પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જેમાં આરોપીઓં ભાગતા નજરે પડે છે. તેમણે હેલ્મેટ પહેર્યું હતું. તેમની પાસે લાલ અને કાળી બેગ સાથે પણ જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે, બદમાશો જે કાર સાથે લાવ્યા હતા. તે ચોરી થયેલ હતી.
‘ખાનગી સિક્યોરિટી કંપની’ના મેનેજરે કહ્યું કે, “આ ઘટના ‘રિકો ઇન્ડસ્ટ્રીયલ એરિયા’માં સ્થિત ICICI બેંકની બહાર બની છે. બેંક એક બિલ્ડિંગમાં સ્થિત છે. બપોરના 2 વાગ્યે તેઓ બે બોક્સમાં રોકડ લઇને બીજી બેંકમાં જઈ રહ્યા હતા. આ બોક્સ સિક્યુરિટી ગાર્ડ કમલ સિંહ અને કર્મચારી ભીમસિંહે ઉપાડયા હતા. જયારે તેઓ મકાનના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા. ત્યારે કારમાં સવાર બેફામ લુટારાઓએ ફાયરિંગ કરી હતી. એક ગોળી કમલસિંહને લાગી. તે ઘાયલ થયો હતો.
તથા બદમાશોએ પૈસાથી ભરેલા બંને બોક્સ ઉપાડ્યા અને તેમની કારમાં મૂકી દીધા. જ્યારે તેઓ ભાગતા હતા ત્યારે, કર્મચારી ભીમસિંહે તેમને રોકવા કારની સામે આવ્યો, તો બદમાશોએ કાર તેની ઉપર ચઢાવી દીધી. આ પછી બેંક કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં કારમાં ભાગતા સિક્યુરિટી કંપનીની કેશ વાનમાં સવાર સુરક્ષાકર્મીએ બદમાશોની કાર પર ફાયરિંગ કર્યું હતું. અને તેમની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle