‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે બનાવવામાં આવ્યુ દેશનું સૌપ્રથમ ‘ગ્લો ગાર્ડન’ – જુઓ નયનરમ્ય વિડીયો 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પાસે આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા SOU એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માં આવેલ કેવડિયા એકતા નગરી ખાતે 31 ઓક્ટોબરે ‘એકતા દીન’ની ઉજવણીને લઈ ઝગમગાટ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ લાઇટિંગને ફિક્સ કરી દેવામાં આવી છે.

પ્રવાસીઓને કાયમી જોવા મળે એવી સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી છે. કેવડિયા તથા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિસ્તારમાં કુલ 40 કરોડના ખર્ચે કુલ 3 કરોડ LED લાઈટોનો શણગાર કરીને સ્ટેચ્યુ રોડ તથા ગ્લો ગાર્ડન (Glo Garden) ઝગમગી ઉઠ્યું છે. નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે એમ હવે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

‘રાષ્ટ્રીય એકતા દિન’ની ઉજવણીને લઈ ફરી એકવખત કેવડિયા નગરીને શણગારવામાં આવી છે. હાલમાં મોટા મોટા પોલ લગાવીને બધાં જ વીજ પોલ પર લાઇટિંગ કરવામાં આવ્યુ છે. જેમાં પણ ડિઝાઈનો પાડવામાં આવી છે. આટલું જ નહિ પરંતુ સ્ટેચ્યૂ વિસ્તારમાં પ્રવેશતાં જ દુબઇની જેમ કોકોનટ લાઇટિંગ લેસર લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે.

જેને કાયમી બેઝ બનાવી આ લાયટીંગ કરવામાં આવ્યુ છે.જોકે, હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. 31 ઓક્ટોમ્બરે PM નરેન્દ્ર મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર ‘એકતા દિન’ની ઉજવણી કરવા માટે આવી રહ્યાં છે. આ દિવસે PM દ્વારા આ એકતા નગરી ગ્લો ગાર્ડનને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.

ત્યારબાદ પ્રવાસીઓનું આ એક ખાસ આકર્ષણ રહેશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 17 ઓક્ટોબરે ખોલવામાં આવ્યુ હતું તથા બીજા જ દિવસે લગભગ 2,000 કરતા પણ વધુ પ્રવાસીઓ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ને જોવા માટે આવ્યા હતા. વ્યુઇંગ ગેલેરીની ટિકિટનું પણ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું. PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ વિસ્તારને 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *