આઝાદ ભારતના ઇતિહાસમાં કડી નથી થયું તેવું, કારસ્તાન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. મતની લાલચમાં માનવતાને નેવે મુકીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બિહારીઓને લાલચના રૂપમાં ધમકી આપી રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો મફતમાં કોરોનાની વેક્સીન મળશે. જે વેક્સીન હજી સુધી બની જ નથી, તે મળવાની લાલચ આપીને બિહારીઓને ડરાવી પણ રહ્યા છે કે, સરકાર બનશે તો જ કોરોનાની વેક્સીન મળશે.
અત્યાર સુધીમાં ભારતની તમામ સરકારોએ ભેગા મળીને દેશવાસીઓને શીતળા, પોલીઓ, ઓરી, અછબડા કે બીસીજીની રસીઓ ભારતીય લોકોને આપી છે પરંતુ ક્યારેય પણ કોંગ્રેસના નેતાઓએ આવી રીતે આ રાશિનો ઉપયોગ પોતાના વોટ બેંક વધારવા માટે કર્યો નહોતો. ભૂતકાળમાં ‘વોટ ફોર નોટ’, તમે સાંભળ્યું હતું પરંતુ હવે મોદી સરકાર દેશવાસીઓને નવું સૂત્ર આપવા જઈ રહી છે ‘વેક્સીન ફોર વોટ’.
હાલમાં બિહારમાં ચુંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ સરકારમાં નિર્મલા સીતારમણ નાણામંત્રી છે જેઓએ, આજે મેનીફેસ્ટો જાહેર કરતા કહ્યું કે, અમે બિહારમાં ભાજપ સરકાર બનશે તો, અમે મફતમાં કોરોનાની રાશી આપીશું. નાણામંત્રીના આ નિવેદનને કારણે દેશભરમાં રાજકારણ ગરમાયું છે. અને જે 70 વર્ષમાં ક્યારેય નથી થયું એ હાલની ભાજપ સરકાર કરી રહી છે. ભૂતકાળમાં કોઈ પણ સરકારે ક્યારેય વોટના બદલે રસી આપવાનું વચન આપ્યું નથી. દેશના દરેક નાગરિકોને શીતળા, પોલીઓ, ઓરી, અછબડા કે બીસીજીની રસી વિનામૂલ્યે મળી રહી છે. પરંતુ સત્તાના મદમાં છાકટા બનીને નાણામંત્રીએ જે જાહેરાત કરી છે તેનાથી દેશવાસીઓ કદાચ પાકિસ્તાનમાં રહેતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે, કારણ કે રસી તો માત્ર બિહારમાં જ મળવાની છે એવી વાતો નાણામંત્રી કરી રહ્યા છે.
બિહારમાં ભાજપ જેડીયુ અને વીઆઈપી જેવી પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. લોજપાએ ભાજપનો સાથ છોડીને જેડીયુ જે સીટ પર લડશે તે સીટ પર લડવાનું મન બનાવ્યું છે. સામે પક્ષે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી ગઠબંધન કરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તાજેતરના સર્વે માં બહાર આવ્યું છે કે, બિહારની ચૂંટણીમાં પાતળી બહુમતીથી સરકાર બનાવશે.
હાલતો દેશ કોરોના સામે લડી રહ્યો છે પરંતુ ભાજપના નેતાઓની માનસિકતાએ દેશવાસીઓની સરકાર પ્રત્યેની આશાઓ પર પાણી ફેરવ્યું છે. આરોગ્ય પ્રધાન માર્ચ સુધીમાં દેશવાસીઓને કોરોનની રસી મળી જશે તેવો વાયદો કરી ચુક્યા છે, અને આ માટે કોને પ્રથમ રસી મળશે તે પણ જાહેર કરી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle