ગુજરાત: પુરપાટ ઝડપે જઈ રહેલ બે બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત – બે લોકોનાં ઘટનાસ્થળ પર જ થયા દર્દનાકમોત

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. માર્ગ અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાના પરિવારજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં આવી જ એક જાણકારી રાજ્યમાં આવેલ રાજકોટ જીલ્લામાંથી સામે આવી રહી છે.

રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં આવેલ ગુંદાળા રોડ પર આજે વહેલી સવારમાં કુલ 2 બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં કુલ 2 વ્યક્તિના મોત થયા હતાં. આ ઘટનામાં દાદા તેમજ પૌત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બંને લોકોના મૃતદેહને હાલમાં ગોંડલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં છે. જ્યારે કુલ 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ પહોંચી ગઈ હતી તથા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

દાદા-પૌત્રના ઘટનાસ્થળ પર જ નીપજ્યા મોત :
મળેલ જાણકારી પ્રમાણે ગોંડલ ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલ પંપની નજીક કુલ 2 બાઈકની વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં દાદા-પૌત્રના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. ગોંડલમાં આવેલ રામદ્વાર બંગલાની નજીક રહેતા 35 વર્ષીય હિતેનભાઈ પ્રવિણભાઈ વીરપરીયા તથા 80 વર્ષીય હંસરાજભાઈ કુરજીભાઈ વીરપરીયાનું અવસાન થયું છે.

ઈજાગ્રસ્ત કુલ 2 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં :
જ્યારે આ ઘટનામાં કુલ 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ગોંડલમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ ગોંડલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં તો પોલીસે દાદા-પૌત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *