સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ એ એક એવી જગ્યા છે કે, જ્યાં તમામ લોકોને પોતાની વાત કહેવા માટે, અન્ય વ્યક્તિ પાસેથી શીખવા તથા સંદેશ આપવા આસાન હોય છે. યૂટ્યૂબ પણ આવું જ એક મધ્યમ છે કે, જ્યાં લોકો પોતાના વીડિયો બનાવીને અપલોડ કરે છે તેમજ વિશ્વ એને જુએ છે પણ કેટલાક લોકો એવા પણ હોય છે કે, જેઓ વીડિયો બનાવવાં માટે કોઈપણ હદ પાર કરવા માટે તૈયાર રહેતાં હોય છે.
આવા જ એક યૂટ્યૂબર છે રશિયાના મિખાઇલ લિટવિન. એના ફોલોઅર્સની સંખ્યા પણ ખુબ વધુ રહેલી છે. હાલમાં જ એણે પોતાની 1.10 કરોડ રૂપિયાની મર્સિડીઝ કારને આગ ચાંપી દીધી હતી. ત્યારપછી એનો વીડિયો શૅર કર્યો હતો જે હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે. મિખાઇલ લિટવિનની લોકપ્રિયતા એ વાતથી જાણી શકાય છે કે, એના યૂટ્યૂબ પર કુલ 50 લાખ સબ્સક્રાઇબર છે.
ઇન્સ્ટાગ્રામ પર એના કુલ 1.16 કરોડ ફોલોઅર્સ રહેલાં છે. એની પાસે Mercedes GT 63S નામની કાર હતી. જેને એણે આગ ચાંપી દીધી હતી. ત્યારપછી એણે એનો વીડીયો યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યો તો લોકોએ ઘણાં પ્રકારની કોમેન્ટ લખવા માંડી હતી. એણે અપલોડ કરેલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એ રશિયાના કોઈ એક વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પોતાની કાર ચલાવીને આવે છે.
કાળા રંગની આ શાનદાર કાર દેખાવમાં ખૂબ જ લક્ઝરીયસ લાગી રહી છે. એની કિંમત પણ કુલ 1 કરોડ રૂપિયા રહેલી છે. ત્યારપછી તે કાર ઊભી રાખે છે. એમાંથી ઉતરે છે તથા ડિક્કીમાંથી પેટ્રોલનો કેન બહાર કાઢે છે. થોડીવાર પછી તે પેટ્રોલ કાર પર ઠાલવી દે છે. ત્યારપછી એ કારને આગ ચાંપી દે છે.
ત્યારપછી કુલ 1 કરોડ રૂપિયાની શાનદાર કાર સળગીને ખાક થઈ જાય છે. આ વીડિયોને યૂટ્યૂબ પર અત્યાર સુધીમાં કુલ 1.14 કરોડ લોકોએ જોયો છે. કુલ 10 લાખથી વધારે લાઇક્સ મળી ચૂકી છે. મિખાઇલ લિટવિને કાર સળગાવી દેવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે, એની કારમાં કંઈક ખરાબી હતી તથા સર્વિસ સેન્ટર એને ઠીક ન હોતી કરી શકી. ત્યારપછી એણે કારને આગ ચાંપી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle