છેલ્લા કેટલાય દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવમાં ખુબ ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે ‘કોમોડિટી’ બજારમાં સોનાની સરખામણીમાં ચાંદીના ભાવમાં 4 ગણા જેટલો ઘટાડો નોંધાયો છે.
સોનું 683 રૂપિયા જેટલું સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 2,800 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. સુત્રો અનુસાર હાજર માંગ ખુબ નબળી પડવાની સાથે સાથે જુગારીઓ સોદા ઓછા કરતા હોવાથી કોમોડિટી બજારમાં સોનું બુધવારે 1.36 % તૂટીને 49,698 રૂપિયા/ 10 ગ્રામ થયું છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX)માં ઓક્ટોબર મહિનાની ડિલિવરી માટે સોનું 683 રૂપિયા એટલે કે 1.36 % ના ઘટાડા સાથે 49,698 રૂપિયા/10 ગ્રામ થયું છે. જેમાં 8,176 લોટ માટે વેપાર થયો હતો. જ્યારે ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1.48 % તૂટીને 1,879.30 $ પ્રતિ ઔંસ થયો હતો.
નબળી માંગ વચ્ચે ડીલ ઓછી થવાથી વાયદા બજારમાં પણ ચાંદીની કિંમત બુધવારે 2,812 રૂપિયા તૂટીને 58,401 રૂપિયા/કિલો થઈ હતી. MCXમાં ડિસેમ્બર મહિનાની ડિલિવરી માટે ચાંદી 2,812 રૂપિયા એટલે કે 4.59 % ઘટીને 58,401 રૂપિયા/કિલો પર આવી ગઈ હતી. જેમાં 15,977 લોટ માટે વેપાર થયો હતો. તથા ન્યૂયોર્કમાં ચાંદીની કિંમત 4.48 % ના ઘટાડા સાથે 23.43 $ પ્રતિ ઔંસ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle