દિવાળી પહેલા જ રૂપાણીના રાજમાં પકડાયો લાખોનો ઈંગ્લીશ દારૂ, હજારો બોટલ સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ

અમદાવાદ પોલીસની (Ahmedabad) પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ દિવાળીના તહેવાર પહેલાં શહેરની હદમાંથી દારૂનો (Liquor caught) જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પીસીબીને બાતમી મળી હતી…

અમદાવાદ પોલીસની (Ahmedabad) પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ દિવાળીના તહેવાર પહેલાં શહેરની હદમાંથી દારૂનો (Liquor caught) જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પીસીબીને બાતમી મળી હતી કે શહેરની દાણીલીમડા વિસ્તારમાં એક ચોક્કસ જગ્યાએ લાખો રૂપિયાની કિંમતનો દારૂ સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પીસીબીએ દરોડા પાડતા 30.6 લાખનો (Liquor of 30.6 lakhs caught) દારૂ મળી આવ્યો હતો.

લોકડાઉનમાં ત્રણ શખસ ભેગા મળીને દારૂનો ધંધો કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આરોપીઓ આખા ગોડાઉન રાખીને દારૂનો સ્ટોક કરવા લાગ્યા હતા. સતત ગોડાઉન બદલતા રહેતા દારૂના વેપારીઓને PCBએ દાણીલીમડા ખાતે રેડ કરીને ઝડપી લીધા છે. જ્યારે આરોપીઓ નાના બૂટલેગરને ડિલિવરી આપવા જતા હતા ત્યારે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. હવે આખા અમદાવાદમાં દારૂના કેરિયરની વિગત બહાર આવે એવું પોલીસ માની રહી છે.

એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મૂકતા
દારૂના ધંધામાં બૂટલેગરના અવનવા કીમિયા સામે આવે છે ત્યારે હવે બૂટલેગર પણ રીતસર ઇન્ડસ્ટ્રીઝની જેમ એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મૂકતા હતા. ત્યાર બાદ તેઓ રિક્ષા, બાઇક કે જે સાધન મળે એના વડે બિનધાસ્ત દારૂની ડિલિવરી શહેરમાં કરતા હતા. PCBની ટીમને બાતમી મળી હતી કે અલ કુબ એસ્ટેટ દાણીલીમડામાં એક ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો પડ્યો છે, જેથી PCBની ટીમે રેડ કરી હતી, પણ પોલીસને જે બાતમી હતી તેના કરતાં બહુ મોટો દારૂનો જથ્થો ત્યાં મળી આવ્યો હતો.

આરોપીઓએ 1 દિવસ પહેલાં જ ગોડાઉન ભાડે રાખ્યું હતું
પોલીસને આ ગોડાઉનમાંથી 6,000થી વધુની દારૂની બોટલ મળી આવી હતી. આ દારૂ રાખવા માટે આરોપીઓએ 1 દિવસ પહેલાં જ ગોડાઉન ભાડે રાખ્યું હતું. આ પહેલાં તેઓ લોકડાઉન સમયથી આ રીતે બે-ત્રણ દિવસ માટે અલગ અલગ જગ્યાએ દારૂનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખતા હતા.

આ સમગ્ર રેકેટમાં પોલીસે ઇસતીયક સૈયદ, વિવેક સંઘાણી, અને મુસ્તાક શેખની ધરપકડ કરી છે, જ્યારે આ પ્રકરણમાં ઈલિયાસ સૈયદ હજી વોન્ટેડ છે, જેની પાસેથી અમદાવાદના દારૂના કેરિયરની વિગતો જાણવા મળશે, એવું તપાસ એજન્સી પાસેથી જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *