શું તમારા એંડ્રોઇડ ફોનની બેટરી 100% ચાર્જ હોવા છતાં પણ તાત્કાલિક પૂરી થઇ જાય છે? જો એનો જવાબ ‘હા’ છે, તો આ સમચાર તમારે ઉપયોગી સાબિત થઇ શકે છે. ફોન 100% ચાર્જ હોવા છતાં પણ ડેટા અને બેટરી જલ્દી પુરી થવાનો સીધો સંબંધ તમારા એંડ્રોઇડ ફોનમાં રહેલ કેટલીક એપ્લીકેશન પણ હોઇ શકે છે. એવા આ 22 એપ્સ છે, કે જે તમારા ફોન માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
એવી એપ્લીકેશન જે તમારા ફોન માટે છે ખતરનાક
હકિકતમાં હાલ Google એપ સ્ટોરમાં ઘણી બધી એપ ફેક એપ્સ પણ ઉપલબ્ધ છે, જે તમે તમારી લાઇફને સરળ બનાવવા માટે ડાઉનલોડ કરો છો. પરંતુ આવી એપ્લીકેશનો તમારા મોબાઇલની અંદર ઘણી અનૈતિક રીતે કામ કરતી હોય છે, જેના વિશે તમે વિચાર્યું પણ નહી હોય.
જોકે આ ફેક એપ્સ બનાવનારાઓ તમારા મોબાઇલમાં ઇનવિઝિબલ રીતે એપ્સને રાખી, વિંડો ખોલીને એડ રેવેન્યૂ કમાતા હોય છે. સામાન્ય લોકોની નજરમાં આ એપ્સ ક્યારેય નજરે પડતી નથી હોતી. પરંતુ આ ઇનવિઝિબલ એપ્સ ખુલી રહેવાના લીધે ફોનની બેટરી ખૂબ જ જલદી પુરી થઇ જતી હોય છે. આ એપ્સ તમારા ઇન્ટરનેટ ડેટાને પણ જલ્દી પૂરો કરી નાખે છે.
સુત્રો અનુસાર મોબાઇલ ફ્લેશ લાઇટ ચલાવવા માટે ‘Sparkle FlashLight’ એપ ઉપલબ્ધ છે. એપ સ્ટોરના અનુસાર તેણે દુનિયાભરમાંથી 10 લાખ કરતા પણ વધુ લોકોના ફોનમાં ડાઉનલોડ કરી છે. પરંતુ આ એક ફેક એપ છે, જે એડ રેવેન્યૂ કમાવવા માટે જ તમારા મોબાઇલ ફોનમાં ઇનવિઝિબલ વિંડો તરીકે રાખીને કામ કરે છે.
મળતી માહિતી અનુસાર લગભગ એવી 22 એવી એપ્સ છે, કે જેને એપ સ્ટોરમાં 22 લાખ કરતા પણ વધુ ડાઉનલોડર્સ છે. પરંતુ આવી એપ્લીકેશનો એકદમ ખતરનાક હોય છે. કારણ કે આ તમારા ફોનની બેટરી અને ડેટા બંનેને નુકસાન પહોંચાડતા હોય છે.
22 ખતરનાક એપ્સ…
1. Sparkle FlashLight
2. Snake Attack
3. Math Solver
4. Just Flashlight
5. Table Soccer
6. Cliff Diver
7. Box Stack
8. ShaperSorter
9. Tak a Trip
10. Magnifeye
11. Join Up
12. Zombie Killer
13. Space Rocket
14. Neon Pong
15. Jelly Slice
16. AK Blakjack
17. Color tiles
18. Animal Match
19. Roulette Mania
20. HexaFall
21. HexaBlocks
22. PairZap
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle