અમદાવાદમાં ફિલ્મીઢબે માત્ર 10 જ સેકન્ડમાં થઇ લાખો રૂપિયાની ચોરી, જાણો સમગ્ર ઘટના

અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી માત્ર 10 સેકન્ડમાં જ લાખોની ચોરી કરનાર 3 આરોપીઓની મણિનગર પોલીસે ધરપકડ કરી 3 લાખ રોકડ અને 2 બાઇક કબ્જે કરી લીધા…

અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી માત્ર 10 સેકન્ડમાં જ લાખોની ચોરી કરનાર 3 આરોપીઓની મણિનગર પોલીસે ધરપકડ કરી 3 લાખ રોકડ અને 2 બાઇક કબ્જે કરી લીધા છે. CCTV ફૂટેજમાં દેખાતો વિડીયોએ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડાનો છે.

પહેલા CCTV માં ફરિયાદી પોતાનું એક્ટિવા પાર્ક કરી બેંકમાં જતો દેખાઈ રહ્યો છે. અને તરત જ બીજા CCTV ફૂટેજ માં એક અપરાધી એક્ટિવ પાસે આવી એક્ટિવાની ડેકી તોડતો નજરે પડી રહ્યો છે. જે માત્ર 10 સેકન્ડમાં જ માત્ર એક્ટિવાની ડેકી તોડી તેમાં રહેલા 3.60 લાખની રોકડ લઈ જોતજોતામાં ભાગી ગયો હતો.

શહેરના મણિનગર વિસ્તારમાંથી 10 સેકન્ડમાં લાખોની ચોરી કરનાર 3 આરોપીઓની મણિનગર વિસ્તારની પોલીસે થોડા જ દિવસોમાં ધરપકડ કરી હતી. અને તેમની પાસેથી 3 લાખ રૂપિયા રોકડ અને 2 બાઇક જપ્ત કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે.

આ ફરિયાદ નોંધાતાની સાથે જ મણિનગર પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને પી.આઈ બી.બી ગોયલ દ્વારા ઘટના અંગે તપાસ કરવામાં કહેવામાં આવ્યું હતું. જેમાં જાણકારીના આધારે આરોપી વિજય રાઠોડ, યોગેન્દ્ર સીસોદીયા અને અવતાર સિંગ ધોરીયાની ધરપકડ કરવામાં આવી હતી.

મણિનગર પોલીસે આરોપીઓ જે રસ્તા ઉપર ફરાર થયા તે રસ્તાના અનેક CCTV ફૂટેજ તપસ્વામાં આવ્યા હતા. જેમાં આરોપીઓએ પોતાના વાહનોને નમ્બર પ્લેટના પાછળના 1-1 અંકને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મણિનગર પોલીસે તમામ અંકને 0 થી લઈને 9 સુધી જોડી તમામ વાહનોની ચકાસણી કરી હતી.

અને સાચા આરોપીઓ સુધી પહોંચ્યા હતા.10 સેકન્ડમાં ચોરી કરનાર આરોપીઓને મણિનગર પોલીસે પણ થોડા દિવસોમાં જ ઝડપી પાડ્યા હતા. મણિનગર પોલીસે ઝડપેલાં આરોપીઓ રીઢા ગુનેગાર છે. જે 2009, 2010 અને 2012 માં દારૂ સહિત ચોરીના ગુનામાં અનેકવાર ઝડપાઇ ચુક્યા છે.

નોંધનીય છે કે, આરોપી યોગેન્દ્ર સીસોદીયા વર્ષ 2010 માં થયેલા લઠ્ઠાકાંડમાં 10 વર્ષની સજા ભોગવી ચુક્યો છે. મણિનગર પોલીસે હાલ તો આરોપીઓએ કરેલા વધારે ગુનાઓના ભેદ ઉકેલવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની અરજી કોર્ટમાં હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *